વ્યસનીઓને એક જ સંદેશ: હું કરી શકું છું તો તમે કેમ નહિ !! – એસ.એ.વીરાણી

વ્યસન એ કોઈ આદત નથી પરંતુ બીમારી છે. મેં 8 વર્ષમાં દુનિયાના તમામ કહી શકાય તેવા નશા કર્યા પછી આજે હું આજે તેમાંથી મુક્ત થયો છું. મુક્ત થયો છું એટલું જ નહીં પરંતુ 3 હજારથી વધુ લોકોને વ્યસનમાંથી બહાર કાઢવામાં નિમિત પણ બન્યો છું. તો આ બીમારીમાંથી મુક્ત થવા હું તમામને મદદ કરવા તૈયાર છું. હું કરી શકું તો તમે પણ કરી જરૂર કરી જ શકો છો..આ શબ્દો છે જય અંબે રીહેબ વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક એસ. એ. વિરાણીના..
સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા જય અંબે રીહેબ સેન્ટરમાં વ્યસનીઓ રોજે રોજ પોતાના વ્યસનોથી મુક્ત થઈ રહ્યાં છે. અહિં વ્યસનીઓમાં દારૂ, ડ્રગ્સ, સિગારેટ, ગાંજાથી લઈને તમામ પ્રકારના લોકો રોજે રોજ આવે છે અને તેમને આ સેન્ટર વ્યસનમાંથી મુક્ત કરવા માટે ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ત્યારે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક એવા એસ.એ.વિરાણી કહી રહ્યા છે કે, વ્યસનને મેં ખૂબ જ નજીકથી જોયું છે. બાળપણથી જ મને વ્યસનની લત લાગી ગઈ હતી. 16 વર્ષની કાચી ઉંમરમાંથી જ મેં નશાની દુનિયામાં ડગલાં માંડવાનું શરૂ કરી દીધું હતું. દારૂ, ગાંજો, ચરસ, ડ્રગ્સ તમામની આદતો ધીમે ધીમે લાગવા લાગી હતી. એક પછી એક દુનિયાના તમામ વ્યસનો કરવા લાગ્યા હતાં. માતા પિતાના એકમાત્ર સંતાન હોવાથી ખૂબ જ લાડકોડમાં ઉછેર થઈ રહ્યો હતો. જે રૂપિયા પરિવાર પાસેથી મળતાં હતાં. તે તમામ રૂપિયા વ્યસનમાં ફૂંકી મારતા હતાં. વ્યસનની લત્ત એ હદ્દે વધી ગઈ હતી કે પછી તો પરિવારના અન્ય સભ્યો અને સગા સંબંધીઓ પણ સાથ છોડવા લાગ્યા હતાં. તરેહ તરેહની વાતો કરવા લાગ્યા હતાં. વ્યસનમાં બહુ બધુ ગુમાવ્યું છે તેમ કહેતા વીરાણીભાઈએ કહ્યું કે, વ્યસનમાં સંબંધો ગુમાવ્યા, પૈસા ગુમાવ્યા..અભ્યાસ ગુમાવ્યો..મારી સગી માતા જ કહેતી હતી કે, મારો એકનો એક ભલે દીકરો રહ્યો પરંતુ હવે તે મરી જાય તો સારું..કારણ કે માતાએ વ્યસન માટે પોતાના દાગીના પણ ગીરવે મૂકવા પડ્યા હતાં. આ દાગીનાના રૂપિયા પણ વ્યસન પાછળ ફૂંકી માર્યા હતાં. જીદ્દ કરીને તમામ વ્યસનો કરતાં હતાં. 12 વર્ષ સુધી વ્યસનની અંધારી દુનિયામાં સબડ્યા બાદ એક નવી દુનિયાનો પરિચય થયો..જેમાં લોકો નિઃવ્યસની થઈને તંદુરસ્ત જિંદગી જીવતા હતાં. વીરાણીભાઈ પણ આ જ રસ્તે આગળ વધ્યા અને છેલ્લા 12 વર્ષથી વ્યસનને હાથ સુધ્ધાં લગાવ્યો નથી. જે વ્યસન પોતે છોડ્યું તે હવે બીજા પણ છોડે અને પોતાની જેમ વ્યસન છોડ્યા પછીની હેલ્થે, વેલ્થ અને હેપ્પીનેસ સાથેની જિંદગી જીવી રહ્યા છે. તે રસ્તો બીજાને પણ બતાવી રહ્યા છે. જય અંબે રીહેબ સેન્ટર મારફતે આજે 3 હજારથી વધુ લોકોને મદદ કરી ચૂક્યા છે. આ તમામ વ્યસનીઓની સાથે તેઓ ખભે ખભો મિલાવીને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યાં છે. જેમ એક દિવ્યાંગ બીજા દિવ્યાંગની પીડા સમજી શકે તેમ એક વ્યસની બીજા વ્યસનીની પીડાને સમજીને પ્રોત્સાહન આપી રહ્યાં છે. વ્યસન મુક્ત કર્યા પછી તેમના પરિવારજનોને પણ તેઓ કહી રહ્યા છે કે એક એવો માહોલ આ વ્યક્તિને આપવો જેથી ફરી તેમના જીવનમાં કોઈ દિવસ વ્યસન રૂપી અંધારું ન પ્રવેશે..સતત માર્ગદર્શન અને મોટિવેશન આપતા એસ.એ.વીરાણી વ્યસન મુક્ત થયેલા વ્યક્તિના સતત ફોલોઅપ લેતા રહે છે. સેમિનાર પણ કરતાં રહે છે. વ્યસનીઓને આજીવન વ્યસનથી કેમ દૂર રાખવા તેની દિવાદાંડી સમાન કામ આજે સુરતના ડુમસમાંથી વીરાણીભાઈ અને જયઅંબે રીહેબ સેન્ટર કરી રહ્યું છે.

વ્યસનીઓને એક જ સંદેશ: હું કરી શકું છું તો તમે કેમ નહિ !! – એસ.એ.વીરાણી


