સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રૂ.સી.મા. પુણાવાલા સાર્વજનિક એક્સપરિમેન્ટલ સ્કૂલ,સુરતમાં ફરજ બજાવતા સંગીત/ચિત્ર શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલને ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા રાજ્ય કક્ષાએ તારીખ 23/03/2025 ને રવિવારના જન્મદિનને આણંદ મુકામે સંગીત અને ચિત્રની અલગ અલગ કામગીરીને ધ્યાનમાં લઇ વિશિષ્ટ શિક્ષક તરીકે પસંદગી કરી ગુજરાત સરકાર કેબિનેટ મંત્રીશ્રી, ડો.કુબેરભાઈ ડીંડોર તથા કર્ણાવતી યુનિવર્સિટીના પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવીના હસ્તે શ્રેષ્ઠ વિશિષ્ટ શિક્ષક એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવવા બદલ ધોડિયા સમાજ બીલીમોરા તથા આદિવાસી સમાજ બીલીમોરા નું પણ નામ ગૌરવવંત કર્યું હોવાથી ધોડિયા સમાજના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ તથા આદિવાસી સમાજ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલે સમાજને ગૌરવ અપાવવા બદલ ધોડિયા સમાજ અને આદિવાસી સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજી શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલ નું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના સર્વે અગ્રણીઓ તથા વડીલોએ ભવિષ્યમાં આજ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને સમાજને ઉપયોગી થતા રહો એવી સમાજ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા આવ્યા હતા.
SPECIAL REPORT
નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન યોજાયો…
છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21-04-2025 ના…