દંડ નહીં ભરનાર કે NOC નહીં લેનાર સ્કૂલ સામે કાર્યવાહી

ફાયર સેફ્ટી મુદ્દે 16 સ્કૂલની માન્યતા રદ કરવા સરકારને દરખાસ્ત મોકલાઈ

શિક્ષણ વિભાગે સ્કૂલઓમાં ફાયર સેફ્ટી નિયમોના અમલ મુદ્દે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંતર્ગત આવતી 16 સ્કૂલઓની માન્યતા રદ કરવાની સરકારને દરખાસ્ત કરી છે. સરકારના આદેશ બાદ પણ આ સ્કૂલઓ દ્વારા દંડ ભરાયો નથી કે, ફાયર એન.ઓ.સી. પણ મેળવવામાં આવી નથી.

જિલ્લાની આશરે 380 સ્કૂલઓમાંથી 44 સ્કૂલને ફાયર એનઓસી નહી હોવાથી દંડની નોટીસ ફટકારી હતી. જેમાંથી 13 સ્કૂલોએ એનઓસી રજુ કરી છે. બાકી રહેલી 31 સ્કૂલોમાંથી 15 સ્કૂલઓએ દંડ ભર્યો છે.

જે સ્કૂલઓએ સરકારના આદેશની અવગણના કરી છે, તેમની સામે કડક કાર્યવાહી સ્વરૂપે માન્યતા રદ કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ અને રિપોર્ટના આધારે હવે સ્કૂલની માન્યતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

NOC વિના ઓફલાઇન શિક્ષણ નહીં આપી શકે

જેમણે ફાયર એન.ઓ.સી. નહિ લીધી હોય, તેઓ માટે આ શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન ઓફલાઈન શિક્ષણ ચલાવવાની મંજૂરી પણ અપાઈ નથી. આવી સ્કૂલઓ ફકત ઓનલાઇન શિક્ષણ આપી શકશે. આ નિર્ણય રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ, 2009 અંતર્ગત લેવામાં આવ્યો છે. > અરૂણ અગ્રવાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

FOLLOW US
  • Related Posts

    પાકિસ્તાની મહિલા જાસૂસે ગુજરાતીને કઈ રીતે ફસાવ્યો?

    કરાચીથી કચ્છના સહદેવ સાથે 6 મહિના સુધી રાત-દિવસ ચેટ કરતી રહી, ગુડ મોર્નિંગથી ગદ્દારી સુધીની ઇનસાઇડ સ્ટોરી ભારતમાં રહી ભારત સાથે ગદ્દારી કરી દુશ્મન દેશ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા…

    FOLLOW US

    વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું…વહીવટી તંત્ર મૌન

    ગામની જગ્યામાં હજારો ટન રેતીનો સ્ટોક, તંત્રના છૂપા આશીર્વાદ મહુવા તાલુકાના સેવાસણ ગામે દિવસ રાત્રે પૂર્ણા નદીમાં રેતી માફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. છતાં વહીવટીતંત્ર આંખ આડા…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *