સૈન્યને તન, મન અને ધનથી મદદરૂપ થવાનો સંકલ્પ

સુરતના સિંધી સમાજે સેના માટે રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી, રેલી યોજાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સમગ્ર દેશમાં દેશ માટે સૈન્યના સમર્થન અને મદદરૂપ થવા વિવિધ સમુદાયો આગળ આવી રહ્યા છે. સુરત શહેરના સિંધી સમાજે પણ દેશ ભક્તિની આ ભાવનામાં યોગદાન આપવા એક વિશેષ પહેલ કરી છે

શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં શહેરના નાના-મોટા વેપારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન દેશની સૈન્યને આર્થિક તેમજ તન, મન અને ધનથી મદદરૂપ થવાના સંકલ્પ સાથે રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

કાર્યક્રમની અધ્યક્ષતા સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ કરી હતી. તેમણે લોકહિત માટે એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, “આપણા જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું બલીદાન આપી રહ્યા છે, ત્યારે આપણે પણ આપણા યથાશક્તિ યોગદાનથી તેમને સન્માન આપવું જોઈએ.

સિંધી સમાજના આગેવાનો અને સંગઠનોએ શહેરના જુદા જુદા વેપારીઓ પાસે જઈને પીએમ રાહત ફંડમાં આપવાનાં ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ હાથ ધરી છે. વેપારીઓએ પણ રાષ્ટ્રીય કર્તવ્ય સમજીને પોતપોતાની શક્તિ અનુસાર યોગદાન કરવાનું શરૂ કર્યું છે. રેલી દરમિયાન ‘ભારત માતા કી જય’ના નારાઓ ગૂંજી ઉઠ્યા હતા. આ રેલી અને રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશના માધ્યમથી સુરતના લોકો એ દેશની સૈન્ય સાથે હોવાનું જણાવ્યું છે અને તણાવભરી પરિસ્થિતિમાં દેશમાં એકતા અને સહયોગનો ઉદાહરણ પૂરું પાડી છે

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *