
ધમધમતા કૂટણખાનામાં ડમી ગ્રાહક મોકલીને ભટાર રોડ ઉપરના ન્યૂ એસ. કે.વેલનેસ સ્પા એન્ડ સલૂનમાંથી ત્રણ કોલગર્લ પકડી પાડી હતી. તેમજ સ્પાની મહિલા સંચાલિકાની ધરપકડ કરી હતી.
ભટાર રોડ સ્થિત એલબી ટર્નિંગ પોઇન્ટ પાસેના શીતલ શોપિંગ સેન્ટરમાં ન્યૂ એસ.કે.વેલનેસ સ્પા એન્ડ સલૂનમાં બહારથી કોલગર્લ

બોલાવીને સંચાલિકા દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે છાપો માર્યો હતો. પોલીસે કાર્યવાહી હેઠળ સ્પા ચલાવતી રેખા વિલાસ શિંદે (ઉ.વ. ૨૮, રહે. જે.બી.નગર,
ગોડાદરા)ની ધરપકડ કરીને રૂ. ૨૭૦૦ની મતા સાથે ધરપકડ કરી હતી, તેમજ પોલીસે સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતી ત્રણ કોલગર્લને મુક્ત કરાવી હતી.