વેસુમાં આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા, અલથાણમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

અલથાણમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

વેસુ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ મુસ્લિમ યુવકે તેની સાથે પ્રેમ સંબંધ રાખી છેલ્લા ત્રણ વર્ષથી બંને સાથે ફરતા હતા, પરંતુ બાદમાં યુવતીને આ સંબંધ મંજૂર ના હોવાથી તેણે યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. પરંતુ યુવકે તેને બળજબરી કરી પ્રેમ સંબંધ નહીં રાખશે તો તારે પૈસા આપવા પડશે તેમ કહીને યુવતીના મોબાઈલમાંથી રૂપિયા 76,500 બળજબરીથી પચાવી પાડ્યા હતા. એટલું જ નહીં પરંતુ યુવતી સાથે શારીરિક અડપલાં કરી છેડતી પણ કરી હતી અને યુવકના બે મિત્રોએ પણ યુવક સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે બીભસ્ત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અલથાણમાં શિખર હાઈટ્સ પાસે, આકાશ ઈકો પોઈન્ટમાં રહેતા અને ઉધના મગદલ્લા રોડ, રણછોડનગરમાં લેસનું કારખાનું ધરાવતા વિકાસકુમર ઓમપ્રકાશ કનોડીયા (ઉ.વ.48) એ ગતરોજ વ્યાજખોર પિયુષ પટેલ (રહે, આકાશ ઈકો પોઈન્ટ, અલથાણ), અલ્પેશ પટેલ (રહે, પાયોનેર બેલીના મીરાપાર્ક પાસે અલથાણ) અને રાકેશ પટેલ (રહે, શ્રુંગલ હિલ્સ, અલથાણ કેનાલ રોડ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સને 2019માં તેમને ધંધામાં પૈસાની જરૂરીયા હોવાથી અલ્પેશ પટેલ પાસેથી 12,59,300 લીધા હતા. જેની સામે 40,01,950 ચુકવી આપ્યા હતા. છતાયે અલ્પેશ 12 લાખ મુદ્દલ અને 1.33 લાખ પેનલ્ટી પેટે ઉઘરાણી કરતો હતો.

પિયુષ પટેલ પાસેથી 18.31 લાખ લીધા હતા. જેની સામે 66.58 લાખ ચુકવી દીધા હોવા છતાંયે 11.30 લાખ મુદલ અને પેનલ્ટી પેટે રોજના 2 હજારથી 3 હજારની માંગણી કરી કાર ખેંચી લીધી હતી. જ્યારે રાકેશ પાસે લીધેલા 5 લાખની સામે 14.53 લાખ ચુકવી આપ્યા હોવા છતાંયે પેનલ્ટી પેટે રોજના 2 હજારની માગણી કરતા હતા. આ ત્રણેય વ્યાજખોરો 12થી 14 લાખ માસીક વ્યાજની વસુલાત કરવાની સાથે વ્યાજની રકમ સમયસર નહી આપતા પેનેલ્ટ પેટે રોજના બે હજારથી ત્રણ હજારની વસુલાત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. અલથાણ પોલીસે વિકાસકુમારની ફરિયાદ લઈ ત્રણેય વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો છે.

મોટા વરાછા, સેટેલાઈટ રોડ, રીવર કેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઈ બાલાશંકર રાજયગુરુ (ઉ.વ.52) નાના વરાછા, પટેલ ફળિયુ, ગીરનાર સોસાયટીની બાજુમાં જલધારા એપાર્ટમેન્ટમાં ભૂમી મેડિકલ એન્ડ સ્ટોર્સ ચલાવે છે. યોગેશભાઈનો તેર વર્ષથી મેડિકલ એજન્સીમાં કામ કરતા ભોલા ધીરુભાઈ પટોળીયા (રહે, અષ્ટવિનાયક સોસાયટી, ધર્મનંદન બંગ્લોઝ, નનસાડ ગામ, કામરેજ) સાથે મિત્રતા થતા તેની સાથે ઓક્ટોબર 2018માં ભાગીદારીમાં વરાછા હિરાબાગ, સારથી ડોકટર હાઉસની સામે સોહમ એપાર્ટમેન્ટમાં મહાલક્ષ્મી મેડિકલ એજન્સી શરુ કરી હતી. બોલા પાટોળીયા ધંધાની દેખરેખ સહિતની કામગીરી જાતા હતા. સમય જતા યોગેશભાઈએ ધંધાનો હિસાબ માંગતા ભોલા પાટોળીયાએ કોઈપણ હિસાબ આપ્યો ન હતો. જેથી તેની દાનત ઉપર શંકા જતા યોગેશભાઈએ મેડિકલ એજન્સી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભોલાએ પોતે મેડિકલ એજન્સી ચલાવશે હોવાનું કહેતા યોગેશભાઈએ પોતે ભાગીદારીમાં નિકળી ગયા હતા અને તેમના હિસાબના લેવાના નિકળતા રૂપિયા 21,59,913ની અવારનવાર માંગણી કરવા છતાંયે નહીં આપી ઉપરથી થાય તે કરી લેવાની ધમકી આપી હતી. યોગેશભાઈની ફરિયાદને આધારે વરાછા પોલીસે ભોલા પાટોળીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

    સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *