
શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા 50 વર્ષના અંબરીષ ઉર્ફે રવી સોમૈયા રચા છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયા છે. તેમની પત્ની ગીતા સોમૈયાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેમના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
માહિતી મુજબ, તા. 12 મે 2025 ના રોજ રાત્રે આશરે 12:45 વાગ્યે અંબરીષ સોમૈયા “હું હમણા આવું છું” કહી ઘરની બહાર નીકળ્યા બાદ પાછા પરત ફર્યા નથી. તેના પછીથી પરિવારજનોએ તેમને જુદી જુદી જગ્યાએ શોધવાનું શરૂ કર્યું પરંતુ આજે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. બીજા દિવસે એટલે કે તા.13 મે 2025 ના રોજ
ગુમ થયેલા અંબરીષ સોમૈયા રાજય સરકારના રાંદેર ઝોન, અડાજણ ડ્રેનેજ પમ્પિંગ વિભાગમાં કામ કરે છે. પરિવારમાં પત્ની અને બે સંતાનો છે, જેમામાં દીકરી ડેન્ટલ અભ્યાસ માટે સિદ્ધપુરમાં છે અને પુત્ર ધોરણ 12માં અભ્યાસ કરે છે.
ગુમ થયેલા વ્યક્તિનાં હુલિયાના હિસાબે તેઓ ઘઉંવર્ણના છે, ઉંચાઈ અંદાજે 5.6 ફૂટ છે, અને ગુમ થતી વખતે તેઓએ વાદળી રંગની આડી-ઉભી લીટીવાળી લાંબા બાયની શર્ટ તથા સફેદ રંગની જીન્સ પેન્ટ પહેરેલી હતી.
પોલીસે ગુમશુદગીનો કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જો કોઈ વ્યક્તિને અંબરીષ સોમૈયા અંગે કોઈ માહિતી હોય તો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.