
રિવાર સવારે ઊઠ્યો તો બેડરૂમનો દરવાજો ખુલ્યો જ નહીં ગેલેરીમાંથી પાડોશીઓને જાણ કરાતાં ફાયરબ્રિગેડની મદદ મળી
વેસુની સનરાઈઝ રેસિડેન્સીમાં રહેતા જુગલ જરીવાલા તેમના પત્ની દેવાંશી અને પુત્રી સાચી મુખ્ય દરવાજાનું સ્ટોપર બંધ કરી બેડરૂમનો દરવાજો લોક કરી સૂતા હતા. સવારે બેડરૂમનો દરવાજો ખુલ્યો ન હતો. આખરે જુગલભાઈએ બાલ્કનીમાંથી બૂમો પાડી પાડોશીને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે કોમ્બિટૂલની મદદથી મુખ્ય દરવાજો તોડી બેડરૂમ ખોલી ત્રણેને રેસ્ક્યુ કરી લીધા હતા.
મોટા વરાછામાં લિફ્ટ ખોટકાતાં મહિલા ફસાઈ
મોટા વરાછા રામચોક સાઈ દર્શન ફ્લેટ્સ ખાતે રહેતા 55 વર્ષીય ચંદ્રિકાબેન સોરઠીયા રવિવારે રાત્રે લિફ્ટમાં 5મા માળે જતા હતા ત્યારે અચાનક ત્રીજા માળે લિફ્ટ ખોટકાઈ જતાં ફસાઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતાં રહીશોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે સાધનોની મદદથી દરવાજો ખોલી ચંદ્રિકાબેનને સહીસલામત રેસ્ક્યુ કરી લીધા હતા.
ફાયરબ્રિગેડની ટીમે કોમ્બિટૂલની મદદતી દરવાજો ખોલી રેસ્ક્યુ કર્યું હતું.