
ગુજરાત રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ચલાવવામાં આવતું અભિયાન આક્રમક બન્યું છે. વર્ષ 2025ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિના દરમિયાન ACBએ 9 એકમમાં કુલ 76 ટ્રેપ કર્યા છે અને 109 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
ACBના તમામ એકમો – અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને બોર્ડર વિસ્તારમાં અભિયાન ચાલી રહ્યું છે. તમામમાંથી ગાંધીનગર અને અમદાવાદ એકમ સૌથી વધુ અસરકારક સાબિત થયા છે, જ્યાંથી સૌથી વધુ લાંચિયા ઝડપાયા છે.