
સુરતના જહાંગીરા બાદ વિસ્તારમાં હવે સિટી બસ દોડશે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લાભ થશે
સુરત મહાનગરપાલિકાનો વિકાસ ચારે તરફ આગળ વધી રહ્યો છે. જેને કારણે લોકોની સંખ્યામાં પણ સતત વધારો થતા પ્રાથમિક સુવિધાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે નવા નવા વિસ્તારો સુરત શહેરમાં ભળી રહ્યા છે. ત્યારે લોકોના આવાગમન માટે સુવિધા ઉભી કરવી ખૂબ જ જરૂરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા માસ ટ્રાન્સપોર્ટેશનને હજુ વધારે તેનો વ્યાપ વધારવામાં સફળતા મળી રહે છે.
રૂટ નંબર 207 માટે નવી સીટી બસ સુરત શહેરમાં ચોકથી જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર.30 વૈષ્ણોદેવી હાઈટ સુધી રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આ રૂટ શરૂ કરવાને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી વાહનોમાં ચૂકવવાના થતા ભાડામાં રાહત મળશે. નોકરી ધંધા માટે શહેરના અન્ય વિસ્તારમાં જતા લોકો માટે તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે શહેરના અન્ય વિસ્તારમાં જવાનું ગરીબ અને મધ્યમ વર્ગને પોસાતુ નથી ઘણી વખત તો નોકરીનું સ્થાન દૂર હોવાને કારણે ઘણા ખરા રૂપિયા ભાડા પેટે જતા રહે છે. આજે સુરત મહાનગરપાલિકા પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠી અને સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સીટી બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે લાભ થશે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, દેશના મહાનગરોમાં બીઆરટીએસ અને સીટી બસની સેવા શરૂ કરવામાં આવી ત્યારબાદ સુરત શહેર સૌથી મોટું નેટવર્ક ગોઠવવામાં સફળ રહ્યું છે. સુરત શહેરની વસ્તીના પ્રમાણમાં સીટી બસના અલગ અલગ ઋતુઓ પર ખૂબ મોટી સંખ્યામાં સીટી બસ દોડાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આની સંખ્યા પણ વધારવામાં આવશે. આજે વણકલા સુડા સંસ્કૃતિ આવાસ સુધી સીટી બસનો રૂટ વધારવામાં આવ્યો છે. અહીં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સસ્તા દરે પોતાની મુસાફરી કરી શકે પોતાના નોકરી ધંધાના અને કામકાજના સ્થળ ઉપર સરળતાથી જઈ શકે તેના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે શહેર ના તમામ નવા વિસ્તારો સાથે સીટી બસ રૂટને જોડી દેવામાં આવી રહ્યો છે જેથી કરીને માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ લોકો સસ્તા દરે ઉપયોગ કરે.