હવે વ્યાજખોરો પર સ્ટ્રાઇક

વ્યાજખોર ત્રિપુટીની વધુ 39.08 લાખની પ્રોપર્ટી જપ્ત કરી સમાજમાં કડક સંદેશો આપતી પોલીસ

દેશમાં પ્રથમવાર વ્યાજની રકમથી બનેલી મિલકતો જપ્ત કરી એની હરાજીના પૈસા લોકો માટે વપરાશે, વટ પાડવા લીધેલાં ગન લાઇસન્સ રદ થશે: સંઘવી

ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીમાં છે. સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગુજરાત તો બરાબર પણ દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું થયુ હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, સાથેસાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે. અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે.

વટ પાડવા લીધેલા ગન લાઇસન્સ રદ થશે: સંઘવી આ સાથે જ તેમણે કોઈપણ યોગ્ય કારણ વગર હથિયાર લાઇસન્સ મેળવી માત્ર પ્રભાવ બતાવવા કે સોશિયલ મીડિયા પર રીલ્સ અને વીડિયો દ્વારા વટ પાઠવા માટે તેનો ઉપયોગ કરતાં હોય તેવા લોકોના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી રાજ્યભરમાં શરૂ કરી દેવાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

લાઇસન્સના દુરુપયોગ કરનાર સામે સખ્ત પગલાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની હંમેશા એ નીતિ રહી છે કે કારણ વગર ગન લાઇસન્સ રાખનાર અને તેનો ગેરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થાય. કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પોતાની છબી ઊભી કરવા માટે, રીલ્સ બનાવવા કે જાહેરમાં ગન લઈને ફરવા માટે ગન લાઇસન્સ લે છે. આવા લોકોના લાઇસન્સ હવે તંત્ર દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે.

ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા સામે ગુનો દાખલ કરાશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોઇપણ વ્યક્તિ જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે, કે ગેરકાયદેસર રીતે હથિયારનો પ્રચાર કરે છે, તેના વિરુદ્ધ ગુનાઓ દાખલ કરીને તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં વ્યાજખોરો સામે અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહી હર્ષ સંઘવીએ વ્યાજખોરી વિરુદ્ધ ચાલતી કાર્યવાહીની વિગતો આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરો સામે સૌથી મોટું સ્ટ્રાઈક ઓપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકો જે પોતાનું સોનું, ઘર કે માતાના મંગળસૂત્ર જેવી કિંમતી વસ્તુઓ ગીરવે રાખી દેવા મજબૂર બન્યા હતા. આવા નાગરિકોને ન્યાય મળ્યો છે અને તેમની મિલ્કત પાછી અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં લીધા છે.

વ્યાજની રકમથી બનેલી મિલકતો જપ્ત કરાઈ તેમણે જણાવ્યું હતું કે, ઘણા વ્યાજખોરોએ વ્યાજના ધંધાથી કમાઈને જે મિલકત ઉભી કરી છે, એવી મિલકતોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહી છે. આ મિલકતોની હરાજી બોલાવીને તેમાંથી મળનારી રકમ રાજ્યના લોકોના લાભ માટે વપરાય તેવી યોજના બનાવવામાં આવશે. આ પ્રકારની પહેલ ગુજરાતમાં તો નહિં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહી છે.

ગાંધીધામ પોલીસની કામગીરીને પ્રશંસા હર્ષ સંઘવીએ ખાસ કરીને ગાંધીધામ પોલીસે દાખલ કરેલી પ્રથમ ઘટના તરફ સંકેત કરતાં જણાવ્યું કે, આ કાર્યવાહી એક પહેલો પ્રયાસ છે પણ છેલ્લો નહીં. તેઓએ ગાંધીધામ પોલીસને અભિનંદન આપતાં જણાવ્યું કે આ અભિયાન હવે સમગ્ર રાજ્યમાં વધુ વેગથી આગળ ધપાવવામાં આવશે

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

    સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *