સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ

અવધ ઋતુરાજ માર્કેટના પાંચમા માળે 6 દુકાન સળગતાં અફરાતફરી, 20 ફાયરની ગાડીએ કાબૂ મેળવ્યો, લાખોના નુકસાનની આશંકા

સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં આજે (16 મે, 2025) સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેકસ્ટાઈલ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું હતું. પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમાં માળે 6 જેટલી દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટમાં આગ લાગી હોવાના પગલે અલગ-અલગ ફાયર સ્ટેશનની 20 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે.

દુકાનોમાં કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાણ બની પ્રાથમિક માહિતી મુજબ, પર્વત ગામ વિસ્તારમાં અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. જેમાં પાંચમાં મળે પીન્કેશ ટેક્સટાઇલ નામની છ જેટલી દુકાનમાં સાડીઓ સહિત કાપડનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આજે સવારે અચાનક દુકાનમાં આગ લાગી જવા પામી હતી. દુકાનમાં ભરેલો સાડી અને કાપડનો જથ્થો તરત જ આગને પકડી લીધી હતી, જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા.

20 ફાયરની ગાડીથી આગને કાબુમાં લેવાઈ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા આસપાસના રહેલા આઠથી વધુ ફાઈર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને એક કલાકની જાહેરત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. દુકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. આ સાથે જ ફાયર વિભાગે આગને આગળ પ્રસરતી અટકાવતા અન્ય વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *