
પોલીસ કંટ્રોલરૂમને બે વાર કોલ કરાતાં પોલીસ એક્શન મોડમાં, એક શકમંદની અટકાયત કરી
ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક શકમંદ વ્યક્તિની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ કોલ દહેજ બાઇપાસ રોડ પરથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.