
સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગમાં ટીબી હેલ્થ વિઝીટર પદો માટે ભરતી બહાર પડી છે. અરજીની છેલ્લી તારીખ 21 મે છે. જેથી ઈચ્છુક ઉમેદવારો એ પહેલાં અરજી કરવાની છે. ત્યારે જાણો અરજી કેવી રીતે કરશો તેને લઈને સંપૂર્ણ માહિતી.
હેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ TB હેલ્થ વિઝિટર (TBHV) પદ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે. સરકારી નોકરીની રાહ જોતા યુવાઓ માટે આ એક સારો અવસર છે. કોરોના બાદ આરોગ્ય વિભાગની કામગીરીમાં વધારાને પગલે વિવિધ પદો માટે જરૂરિયાત ઊભી થઈ છે અને તેના પગલે શહેરમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવા માટે TBHV પદ માટે રોજગાર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
SMC દ્વારા જાહેર કરાયેલ વિગતો અનુસાર કુલ 5 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પદ માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે 2025 છે. ખાસ વાત એ છે કે આ ભરતી માટે કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ નહીં ભરવું પડે, ઉમેદવારોને સીધા ઇન્ટરવ્યૂમાં હાજરી આપવી પડશે