
NTPC પાવર પ્લાન્ટ અને ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં; સુરત CP બાદ બોમ્બ સ્ક્વોડ NTPC પાવર પ્લાન્ટ ખાતે પહોંચી
પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે (7 મે)ના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાશે. ત્યારે સુરતમાં પણ ત્રણ જગ્યાએ IBC બિલ્ડિંગ, લક્ષ્મીપતિ એપેરલ અને હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મોકડ્રિલ યોજાઈ રહી છે.
આ ચાર કલાક દરમિયાન લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાશે. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડાશે અને સાંજે 7.30થી 8.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.
NTPC પ્લાન્ટમાં રહેલા કર્મચારીઓના રેસ્ક્યૂ
NTPC પાવર પ્લાન્ટમાં આગ લાગી હોવાથી સુરત શહેર અને નોટીફાઈ એરિયામાં આવતા તમામ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને તમામ પાવર પ્લાન્ટ ખાતે પહોંચી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલ અને નોટીફાઈ એરિયામાં આવતા હોસ્પિટલોને પણ જાણ કરી દેવામાં આવતા એક બાદ એક એમ્બ્યુલન્સ પહોંચી રહી છે. NTPC પ્લાન્ટમાં રહેલા કર્મચારીઓના રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે અને જો કોઈને ઈજા કે જાનહાનિ થઈ હોય તો તેમને અંદરથી એમ્બ્યુલન્સમાં જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.