બપોરે 4 વાગ્યે 51 સ્થળે સાયરન વાગશે, સાંજે 7:30થી 8 અંધારપટ

આજની મોકડ્રિલના સ્થળો

  • International Business Centre, Dumas road,Surat
  • NTPC Kawas, Hazira
  • Colourtex Industries Ltd.,Sachin Industrial Area
  • Spectrum Dyes & Chemical, Palsana,Industrial Area
  • Bardoli Sugar Factory, Baben,Bardoli
  • KAPS, Mandvi Surat
  • નાયબ જીલ્લા વવકાસ અવિકારીશ્રી, (મહેસુલ) જીલ્લા પાંચાયત, સુરત
  • સબ ડીવીઝન, સુરત (કામરેજ પ્રાંત)
  • Headquarter Service
  • સબ ડીવીઝન,(દક્ષિણ પ્રાંત) સુરત શહેર
  • સબ ડીવીઝન ,સુરત (ઓલપાડ પ્રાંત)
  • સબ ડીવીઝનસુરત (બારડોલી પ્રાંત)
  • સબ ડીવીઝન સુરત(માંડવી પ્રાંત)

ગુજરાતના આ 18 જિલ્લામાં મોકડ્રિલ

  • વડોદરા
  • ગાંધીનગર
  • સુરત
  • ભાવનગર
  • તાપી
  • મોરબી
  • પાટણ
  • ગીર સોમનાથ
  • બનાસકાંઠા
  • મહેસાણા
  • અમદાવાદ
  • નર્મદા
  • ડાંગ
  • જામનગર
  • નવસારી
  • દેવભૂમિ દ્વારકા
  • કચ્છ( પૂર્વ અને પશ્ચિમ)
  • ભરૂચ

પાકિસ્તાન સાથે યુદ્ધની ભીતિ વચ્ચે તંત્ર આજે હાથ ધરશે મોકડ્રીલ ‘ઓપરેશન અભ્યાસ’, લોકોએ લાઈટ બંધ કરવાની રહેશે

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે બચવું, તંત્રએ કઈ રીતે નાગરિકોને બચાવવા સહિતની મોકડ્રીલ કરાશે
ક્લેક્ટર પારઘી, મ્યુનિ.કમિ., પો.કમિ. સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયારીઓની સમીક્ષા લોકોને ડરથી દૂર રહી સહકાર આપવા અપીલ


બ્લેકઆઉટ-અંધારપટની મોકડ્રીલ દરમિયાન લોકોએ શું શું કરવાનું રહેશે ??
લોકોએ પોતાનાં ઘરો અને ઓફિસોની લાઈટ્સ બંધ કરવાની રહેશે, લગ્ન સહિતના કોઈ પ્રસંગો હોય કે પછી કોઈ જરૂરિયાતની સ્થિતિ હોય તો તેવા સંજોગોમાં લાઇટ્સ ચાલુ રાખી શકાશે, આ મોકડ્રીલ દરમિયાનની અપીલ છે, જેથી લોકોએ સમજીને લાઈટ બંધ રાખવી
આ સમય દરમિયાન બને ત્યાં સુધી વાહનો લઈને નહીં નીકળવું, જેમણે વાહનો લઈને જવું પડે તેમ હોય તો તેઓ લાઈટ ચાલુ રાખી શકશે, વાહનો ઊભાં રહ્યા હોય તો લાઈટ્સ બંધ કરવાની રહેશે
રેલવે, એરપોર્ટ, હોસ્પિટલ, અખબાર કચેરીથી માંડીને જે જે આવશ્યક સેવા ધરાવે છે તેવા સ્થળોને અંધારપટમાંથી મુક્તિ રહેશે


શહેરની તમામ સ્ટ્રીટલાઇટ બંધ કરાશે : મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલ મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, યુધ્ધ જેવી સ્વતિ
શહેરીજનોએ સલામતીના કયા પગલા ભરવા જોઇએ સહિતની માહિતી પુરી પાડવા માટે આવતીકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. જેમા હુમલા વખતે નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને પોતાની સુરક્ષા માટે તાલીમ આપવી. હુમલા વખતે બ્લેક આઉટ કરવું, મહત્વપૂર્ણ પ્લાન્ટ, લોકોને સ્થળ ખાલી કરાવવા અથવા બહાર કાઢવાની યોજના બનાવવી અને તેનો અભ્યાસ કરતી સંસ્થાઓને હુમલા વખતે છુપાવવા એ મહત્વના મુદા હશે.
તમામ ટ્રાફિક સિગ્નલ બંધ કરી મેન્યુઅલી ટ્રાફિક હેન્ડલ કરાશેઃ પોલીસ કમિશનર ગેહલોત
પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ભારત સરકારની સૂચના મુજબ કાલે સાંજે ઓપરેશન અભ્યાસ હેઠળ તમામ ટ્રાફિક સિગ્નલ અડધો કલાક બંધ રહેશે, આ માટે તમામ વિસ્તારોમાં પોલીસ કૂમક હાજર રહેશે. પોલીસ મેન્યુઅલી ટ્રાફિક હેન્ડલ કરશે, જેથી વાહનચાલકોને પણ સહકાર આપવા અપીલ કરાઇ છે. બને ત્યાં સુધી અંધારપટના સમયે વાહનો લઈને લોકો નહી નીકળે, જો અનિવાર્ય સંજોગોમાં વાપ્ટન લાઈને નીકળવું પડે તો લાઈટો ચાલુ રાખી શકે છે.


હજીસ અને GIDCમાં ઉદ્યોગોએ શું શું કરવું?
૧. એલર્ટ મશકત – સાંજના ૫.૦૦ વાગો:
જ્યાં સાયન ઉપલબ્ધ હોય તે તમામ ઉધોગોએ પાંચ વાગ્યો ચોક્કસ બે મિનિટ માટે સાયત
વગાડવો ફરજિયાત રહેશે. ૨. મોકડ્રીલ મશકત – સાંજના ૫:૦૦
થી ૫:૩૦: જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર અમલમાં મૂકવાની રહેશે. ૩. બ્લેકઆઉટ મશક્ત – સાંજના
૭:૩૦ થી ૮:૦૦: બ્લેકઆઉટ ફરજિયાત રહેશે. – તમામ ઉદ્યોગોએ પોતાના કર્મચારીઓ, સ્ટાફ અને મજૂરોને અગાઉથી જાણકારી આપવી જરૂરી છે. છે
મોકડ્રીલ દરમિયાન કોઈપણ પ્રકારની દહેશત કે ગામાટ
ન ફેલાય એ દિશામાં વ્યવસ્થા રાખવી. કાર્યક્રમમાં ફેરફાર થશે તો તે તંત્ર દ્વારા સૂચિત કરાશે
દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં અંધારપટ સાથે મોકડ્રીલ કરાશે
વ્યારા, ભરૂચ, નવસારી, સાપુતારા : રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે સાથે દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, નવસારી, ડાંગ જિલ્લામાં પણ આવતકાલે સાયરન વગાડીને અંધારપટની મોકડ્રીલ કરવામાં આવશે. જિલ્લામાં જ્યારે સાયરન વાગે ત્યારે લોકોએ સ્વયંભૂ લાઈટો બંધ કરવાની રહેશે.
દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં મોકડ્રીલ થશે ?
નવસારીમાં સાંજે 4થી 8 સુધી મહાનગરપાલિકામાં મોકડ્રિલ યોજાશે
નવસારીમાં 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ

ડાંગના આહવામાં સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન ઓપરેશન

ડાંગ જિલ્લામાં સાંજે 7:45 થી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ
તાપી જિલ્લાના જે. કે. પેપરમિલ, ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તેમજ કાકરાપાર ટાઉનશીપ ખાતે મોક ડ્રિલ યોજાશે

FOLLOW US
  • Related Posts

    ફ્લાયઓવર બ્રીજની ધીમી કામગીરીથી મેયર એક્શનમાં, બ્રીજ સેલના અધિકારીઓ-ઈજારદારની બોલાવી બેઠક

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા અનેક વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રીજ નિર્માણની કામગીરી હાથ પર લેવામાં આવી છે. બ્રીજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં પણ કેટલાક ઓવર…

    FOLLOW US

    7 દિવસમાં 6,469 ફ્લાઈટ્સ સુરત એરસ્પેસમાંથી પસાર થઈ

    ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવની અસર; સુરતની એરસ્પેસ વૈશ્વિક એરક્રાફ્ટ માટે મહત્ત્વના વૈકલ્પિક માર્ગ તરીકે ઉભર્યું ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ભરી સ્થિતિમાં સૌથી મોટી સમસ્યા એરસ્પેસની સમસ્યા હતી. પાકિસ્તાને તેની…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *