
કાદવ-કીચડને લઈ જોખમી બન્યા, પાલનપોર ગૌરવપથના હજારો પરિવારો મુશ્કેલીમાં
કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારીને ચારેકોર ઉજાગર કરી દીધી છે. રાંદેર ઝોનના પાલનપોર ગૌરવપથ વિસ્તારમાં ખોદાણની અધૂરી કામગીરી અને યોગ્ય પુરાશના અભાવે હજારો પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ કાદવ અને કીચડથી ભરાઈ ગયા છે, જેના લીધે લોકો ટુ-વ્હીલર લઈને બહાર નીકળવામાં કરી રહ્યા
પાલનપોર ગૌરવપથ વિસ્તારમાં પાણી અને ટ્રેનેજની સુવિધા માટે પાલિકા દ્વારા ખોદાણ કરવામાં આવ્યું હતું. જોકે, આ ખોદાલ બાદ કામગીરી અપુરી રહી અને સમયસર પૂરાણ કે રોડ નિર્માલનું કામ ન થયું. ગઈકાલે રાત્રે અને આજે પડેલા કમોસમી વરસાદે આ બેદરકારીનું પરિણામ ખુલ્લું પાડ્યું. શ્રીપદ સેલિકોશન્સ, કોરલ પેલેસ, પ્રેસ્ટિજ રિયોના, નક્ષત્ર એમ્બસી અને ગેલેક્સીયા જેવા સોસાયટીઓમાં રહેતા 1000થી વધુ પરિવારો આ મુશ્કેલીનો ભોગ ભન્યા છે. વરસાદના કારણે ખોદાણવાળા વિસ્તારોમાં માટીનો કાદવ ફેલાઈ ગયો છે, જેના લીધે રસ્તાઓ પર વાહનો ખૂંપી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે ટુ વ્હીલર લઈને બહાર નીકળવું જોખમી બની ગયું છે, અને ઘણા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ સમસ્યા અંગે સ્થાનિકોએ પાલિકામાં અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં, કોઈ નિકાલ ન આવ્યો હોવાનો આક્ષેપ છે.
ઉનાળામાં શરૂ થયેલી વિવિધ સુવિધાઓની કામગીરી હજુ અપૂરી છે, અને પાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની ઉદાસીનતાને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ભેદરકારીએ ન માત્ર પાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે, પરંતુ શાસક પક્ષ ભાજપ સામે પણ લોકોનો રોષ વધી રહ્યો છે. પાલનપોર ગૌરવપથના રહેવાસીઓએ માંગણી કરી છે કે પાલિકા તાત્કાલિક કાદવ અને કીચડ હટાવવાની કામગીરી શરૂ કરે અને અપૂરા રસ્તાઓનું નિર્માલ પૂર્ણ કરે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો ઝડપથી નિકાલ નહીં આવે તો તેઓ વધુ આંદોલનનો માર્ગ અપનાવરશે. હવે જોવાનું રહેશે કે પાલિકા આ મુદ્દે કેવા પગલાં લે છે અને શું સ્થાનિકોની મુશ્કેલીઓનો અંત આવે છે.