ભટારના સિંગલ મધરની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં 91% સાથે ઝળહળતી સફળતા મેળવી

માતા દ્રષ્ટિ નાયક સુરતની સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે

સોમવારઃ એકલા હાથે દીકરીને ઉછેરનાર સિંગલ મધર દ્રષ્ટિ નાયકની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦ % તેમજ ૯૮.૪૩ પર્સન્ટાઈલ સાથે ઝળહળતી સફળતા મેળવી છે. સખ્ત મહેનત કરી ઉચ્ચ ગુણાંકે પાસ થનાર શારદાયતન સ્કુલની વિદ્યાર્થિની પ્રાચીએ કહ્યું કે, રોજના સાત કલાક વાંચનથી સિદ્ધિ મળી છે. આગામી સમયમાં બીસીએ કરવાની ઈચ્છા છે. સાથે જ જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરીને દેશની વહીવટી સેવા સાથે જોડાઈ કલાસ વન ઓફિસર તરીકે દેશસેવા કરવાની તમન્ના છે.


ભટાર વિસ્તારમાં રહેતા પ્રાચીના માતા દ્રષ્ટિ નાયક સુરતની એક સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે. પ્રાચીએ આઠ વિષયોના ૭૫૦ માંથી ૬૭૯ માર્ક્સ મેળવ્યા છે અને આઠમાંથી ૪ વિષયોમાં એ-વન ગ્રેડ મેળવ્યો છે. સ્ટેટેસ્ટિકસ વિષયમાં ૧૦૦માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કર્યા છે. પ્રાચી જણાવે છે કે, મારી સફળતાના પાયામાં માતા દ્રષ્ટિબેન છે, જેમણે ખૂબ સંઘર્ષ કરીને એકલા હાથે ઉછેર કરીને મને ભણાવી છે, ત્યારે આગામી સમયમાં હું માતાના સપના પૂર્ણ કરીશ.

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *