સ્થાનિક લોકો દ્વારા આવા જોખમી યુનિટ સામે અવાજ ઉઠાવ્યો : બેનરો લગાવ્યા ગલેમંડીની મોટી શેરી સહિતનો વિસ્તાર કોમર્શિયલ બનવા લાગ્યો હોય સ્થાનિકો દ્વારા શેરીમાં બેનરો લગાવવામાં આવ્યા છે. કેમિકલના જોખમી કારખાનો ચલાવવામાં આવશે નહીં તેવી ચેતવણી વાળા બેનરો લગાડવામાં આવ્યાછે. પ્રાપ્ત વિગત અનુસાર ગલેમંડી મોટી શેરીમાં વિવિધ ચીજ-વસ્તુઓના ઉપયોગમાં આવતા કેમિકલોના કારખાના ધમધમતા થઇ ગયા હોય રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ ઉપયોગ થતા સ્થાનિકોના જીવને જોખમ હોય ગલેમંડી મોટી શેરીના જાગૃત નાગરીકો દ્વારા શેરીમાં કેમીકલના કારખાના અને કોમર્શિયલ કામગીરી બંધ કરવાના બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોટ વિસ્તારમાં કેટલાક મિલ્કતદારો પોતાની મિલ્કતો કોમર્શિયલ ઉપયોગ માટે ભાડે આપી દેતા હોય અલગ-અલગ મશીનરી તેમજ કેમિકલોના ગોડાઉનો બનાવી રહેણાંક મિલ્કતોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી કોટ વિસ્તારની મોટી શેરીના રહીશો દ્વારા આજે વિરોધ નોંધાવાયો હતો.
જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….
અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…


