
પાલ એક્વેરિયમ બંધ – પડતાં લોકોની ભીડ સરથાણા નેચર પાર્ક તરફ – વળી, ચાર ટિકિટબારીઓ વધુ શરૂ કરવી પડી
સુરતના પાલ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત મરિન એક્વેરિયમનું માળખું નબળું પડતાં સલામતીનાં કારણોસર તેને = રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ઉનાળુ વેકેશનમાં પરિવારો અને બાળકોમાં નારાજગી ફેલાઈ છે. કારણ કે, મરિન એક્વેરિયમ – સહેલાણીઓ માટે મુખ્ય મનોરંજન સ્થળ છે. શહેરમાં વેકેશન દરમિયાન – સુરતમાં મનોરંજનનાં સ્થળો મર્યાદિત છે, જેમાં પાલનું એક્વેરિયમ, ગોપી – તળાવ અને સરથાણાનું નેચર પાર્ક આગવું સ્થાન ધરાવે છે. એક્વેરિયમ રશ્યામાપ્રસાદ મુખરજી બંધ થતાં મુલાકાતીઓનો ધસારો સરથાણા નેચર પાર્ક તરફ વળ્યો છે. ગત રવિવારે નેચર પાર્કમાં 75,000થી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા. જેથી મનપાને રૂ.2 લાખની આવક થઈ હતી. લોકોની ભીડને જોતાં મનપા દ્વારા સરથાણા નેચર પાર્કમાં ચાર નવી ટિકિટ બારીઓ શરૂ કરવાની નોબત આવી છે.
હાલમાં શાળાઓમાં વેકેશન પડી ગયું છે. જેથી શહેરીજનો બાળકોને લઈ શહેરમાં તેમજ શહેર આસપાસનાં વિવિધ હરવા-ફરવાનાં સ્થળોની ઓલોજીકલ ગાર્ડન મુલાકાતે જઈ રહ્યાં છે. ત્યારે શહેરમાં ફરવા માટેનાં ગણતરીનાં જ સ્થળો છે, જેમાં પણ પાલનું એક્વેરિયમ હાલ રિનોવેશન માટે બંધ કરી દેવાયું છે. જેથી લોકોને હવે પાલ અડાજણ વિસ્તારમાં ફરવા માટે ગાર્ડનો સિવાય કોઈ સ્થળ ઉપલબ્ધ નથી. જેના વિકલ્પરૂપે લોકો સરથાણા નેચર પાર્કમાં જઈ રહ્યા છે. સરથાણા નેચર પાર્કમાં આ વર્ષે લોકોની ભીડ પ્રમાણમાં વધુ જોવા મળી રહી છે. જેથી મનપા દ્વારા ચાર નવી ટિકિટ બારીઓ શરૂ કરી છે.