
સુરતમાં શિક્ષિકાએ 5 માસનો ગર્ભ વિદ્યાર્થીનો હોવાનું કહ્યું, ઘરે જ ઘણીવાર શરીરસંબંધ બાંધતા, વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો મેડિકલ રિપોર્ટ
એક છોટી સી લવ નહીં, પરંતુ લસ્ટ સ્ટોરી જેવો કિસ્સો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયાં બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં બંનેએ ઘણીવાર ઘરે શરીરસંબંધ બાંધ્યા હોવાની બંનેએ કબૂલાત આપેલી છે. આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ કરવામાં આવશે.

ધો.5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડી ગઈ હતી સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા માનસી 25 એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની છે. સાડાચાર દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે 30મીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો.
બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી તેની સાથે પ્રેમસંબંધ અને તેની સાથે શરીરસંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઇ બી.એન.એસ.ની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે.
શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણની કલમનો પણ ઉમેરો સાડાચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઇ હતી. શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4, 8, 12નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
માનસી ટીચરના ઘરે એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો શિક્ષિકાના શારીરિક શોષણનો ભોગ બનેલા 13 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે તે ધોરણ-5માં અભ્યાસ કરે છે, ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટ્યૂશનમાં જાય છે. ટ્યૂશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે તેના કહેવાથી એક વખત શરીરસંબંધ બાંધ્યો હતો. ગત 25 એપ્રિલના રોજ પોતાના ઘર નીચે રમતો હતો ત્યારે ટીચરે કહ્યું કે સ્કૂલ પાસે આવ, જેથી સ્કુલ પાસે જતાં ત્યાંથી માનસી ટીચર પરવટ પાટિયા, ત્યાંથી વી.આર.મોલ ફરવા લઇ ગયાં હતાં. ત્યાંથી પરત સુરત સ્ટેશન આવી બસમાં બેસીને વડોદરા શહેર ગયાં હતાં.