પુજા પટેલ ડોને 2nd એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 માં જીત્યા બે સુવઁણ

વિશ્વ યોગિની તરીકે જાણીતી પુજા પટેલ ડોન એ નવી દિલ્હી ખાતે યોજાયેલી દ્વિતીય એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 માં 02 સુવઁણ પદકો જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે આ ચેમ્પિયનશિપ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર ના સમર્થન હેઠળ અને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા ની માન્યતા હેઠળ યોજાઇ હતી.

આ સ્પર્ધામાં 20 દેશોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના દ્વારા યોગાસનના આંતરરાષ્ટ્રીય વિકાસ અને લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે.

આ સ્પર્ધાનું ઉદ્ઘાટન વિશ્વ યોગાસનના અધ્યક્ષ સ્વામી રામદેવજી, રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાજી, રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે, અને આયુષ મંત્રી શ્રી પ્રતિપ્રાવ જાદવ ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું. પુજા પટેલ ડોનને આ મહાન સિદ્ધિ માટે ડૉ. જયદીપ આર્ય, ડૉ. સંજય માલપાની, અને શ્રી ઉદિત શેઠ દ્વારા હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નોંધનીય છે કે યોગાસનને હવે 2026માં જાપાનમાં યોજાનારા 20મા એશિયન ગેમ્સમાં ડેમો-સ્પોર્ટ તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યુ છે

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *