
પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં ખાદ્યતેલ-અનાજના વેપારી બંધ પાડશે, 100 કિલોનું લોખંડનું પાનું PMને મોકલશે
આતંકવાદી દ્વારા જમ્મુ કાશ્મીરમાં કરેલા હુમલા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરત પહેલગામમાં થયેલા અત્યંત નિર્દય આતંકી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખી સુરતના ખાદ્યતેલ વેપારી મહામંડળ તથા અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આવતીકાલે 30 એપ્રિલના રોજ એક દિવસીય વેપાર બંધનું એલાન કરવામાં આવ્યું છે.
100 કિલોના નળબંધ કરવાના પાનાં દ્વારા પીએમને સંદેશો મોકલાશે જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના ભાગરૂપે 100 કિલો વજનનું વિશાળ પાનું તૈયાર કરીને પીએમ નરેન્દ્ર મોદી સુધી મોકલવામાં આવશે, જેમાં ખુલ્લા અક્ષરે એવી માંગણીઓ છે કે, પાકિસ્તાનમાં હવે એક ટીપું પાણી પણ ન જાય એવી નળબંધ નીતિ અમલમાં મૂકી શકાય. આ પાનાંમાં આતંકવાદ સામે ગંભીર અને નિર્મમ કાર્યવાહી કરવાની માગણી તાત્કાલિકરૂપે ઊભી કરવામાં આવી છે.
450 દુકાનોમાં સપ્લાય બંધ રહેશે સુરત ઓઇલ એસોસિએશનના પ્રતિનિધિ રૂપેશ વોરાએ જણાવ્યું કે, “પહેલગામમાં નિર્દોષ લોકો પર જે આવા કાયર હુમલાના વિરોધ કર્યો છે તે તેના વિરોધમાં સમગ્ર સુરતના ખાદ્યતેલ અને અનાજના હોલસેલ વેપારીઓ સંપૂર્ણ રીતે બંધ પાળશે. તે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ હશે. દિલ્હી ખાતે અમે 100 કિલો વજનનું લોખંડનું પાનું તૈયાર કર્યું છે. જમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવા માટે જવાના છે. એ પ્રતિકાત્મક છે કે જેથી એવી રીતે પાણી બંધ કરવામાં આવે કે ટીપુ પણ પાકિસ્તાનીઓને ન મળે.