
કાપોદ્રામાં હાર્ટએટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી 5 કરોડનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું, 2 મહિલા સહિત 10 સામે પોલીસ ફરિયાદ
વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતાં ભાંડો ફૂટ્યો, 10 પૈકી 8 દર્દી હોસ્પિટલમાં ઈમરજન્સીમાં આવ્યા હતા
કાપોદ્રાની પી.પી.સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહીથી 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો કલેઇમ કરવાનું રેકેટ ઝડપાયું છે, જેમાં કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 જણા સામે ગુનો દાખલ કર્યો છે.
વિગતો અનુસાર, વીમા કંપનીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલના એડેમિનિસ્ટ્રેટરની બે અલગ અલગ ફરિયાદ પર કાપોદ્રા પોલીસે બે મહિલા સહિતગુનો દાખલ કર્યો હતો. નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલ અને કાપોદ્રાની પી.પી.સવાણી હોસ્પિટલમાં 2 મહિલા સહિત 10 જણાએ 5 અલગ અલગ વીમા કંપનીમાં 5.27 કરોડનો કલેઇમ કર્યો હતો. જેમાં 10 દર્દી પૈકી 8 લોકો હોસ્પિટલમાં ઈમરજન્સીમાં આવ્યા હતા. તેમને તબીબે બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી કે કાર્ડિયોગ્રામ ની સલાહ આપી તો રજા લઈ જતા રહ્યા હતા. બ્લડ સેમ્પલથી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવી આ દર્દીઓએ સારવાર લીધી ન હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટો ઊભા કરી વીમા કંપનીમાં કલેઇમ કર્યો હતો.
પી.પી.સવાણી અને ડાયમંડ હોસ્પિટલના સિક્કા અને તબીબોની બોગસ સહી કરાઇ, 5 વીમા કંપનીઓ પાસે ક્લેઇમ કરાયો