
બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા ભાત માંથી નીકળ્યો વંદો…
જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને તમે સતત બહારનું ખાવાનું સેવન કરો છો સાવધાન થઇ જજો. સુરત ની પીપલોદ ફોલરર પાસે આવેલી સાઈ નાથ પ્યુર વેજ રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે ગ્રાહકે મંગાવેલા ભાત માંથી જીવતો વંદો મળી આવ્યો હોવાના આક્ષેપ…
રેસ્ટોરન્ટમાંથી જ્યારે ગ્રાહકે નો ઓડૅર આપ્યો ત્યારે તેમણે ભાત ઓર્ડર કર્યો હતો જેમાંથી જીવતો વંદો મળી આવ્યો હોવાના આક્ષેપ ગ્રાહકે કર્યો હતો
ભાત માંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી અને મેનેજરને બોલાવ્યા, પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકોએ મૌન સેવ્યું છે, તેઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી ખાવામાંથી જીવડા નીકળવા એ ટ્રેન્ડ બની ગયો છે અને આ બનાવ રેસ્ટોરન્ટ હોય કે પછી કેફે કે પછી કોઈ સ્ટોલ બધે જ જોવા મળતો હોય છે