

તાજેતર માં કાશ્મીર ના પહેલગામ માં આતંકવાદીઓ (જેહાદીઓ) દ્વારા પર્યટક ૨૬ જેટલા હિન્દુઓ ને તેમના નામ અને થર્મ પૂછી ગોળી મારી હત્યા કરવામાં આવી છે અને ૭ જેટલા હિન્દુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે. જેહાદીઓ/આતંકવાદી ઓ દ્વારા શાંતિપ્રિય હિન્દુઓ પર અવાર નવાર દેશ માં અલગ અલગ જગ્યા પર હિન્દુઓ ની જાનમાલ, મિલકત પર હુમલા કરવામાં આવી રહ્યા છે. દેશ ના કોઈપણ ખૂણે હિન્દુ સુરક્ષિત નથી રહ્યો.જેહાદીઓ/આતંકવાદી ઓ હિન્દુઓ ની મિલકત લૂંટી રહ્યા છે, હિન્દુઓ ની બહેનદીકરીઓ પર અત્યાચાર, બળાત્કાર જેવી ઘટનાઓ કરી રહ્યા છે. હાલમાં જ પશ્ચિમ બંગાળ ના મુર્શિદાબાદ માં જેહાદી માનસિકતા વાળા લોકો દ્વારા હિન્દુઓ પર સામુહિક હુમલા કરવામાં આવ્યા છે.હિન્દુઓ ની માલમિલકત ને આગચંપી કરી લુંટફાટ કરવામાં આવી હતી. હિન્દુઓ પર જીવલેણ હુમલા કરી હત્યા જેવી ઘટનાઓ પણ બની હતી, દેશભર ના હિન્દુઓ માં ભય નો માહોલ બની રહ્યો છે. હિન્દુ માતા બહેનો ની પર હુમલા કરવામાં આવ્યા હતા, હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી તેવું સમગ્ર વિશ્વ ના હિન્દુ સમાજ અનુભવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વિની દ્વારા આપશ્રી ને વિનંતી કરવામાં આવે છે કે આવા જેહાદીઓ ને જાહેર માં ગોળી મારવા ની ભારતીય સેના, પોલીસ ને ખુલી છૂટ આપવામાં આવે. તો આવા જેહાદીઓ નો સફાયો કરી હિન્દુઓ દેશભર માં ક્યાંય પણ નિર્ભય પણે ફરે અને રહે શકે તેવી અમારી આપશ્રી પાસે માંગણી છે.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ પ્રભારી તેમજ ઈન્ડિયા હેલ્થ લાઈન કેન્દ્ર મંત્રી ડો. પુર્વેશ ભાઈ ઠાકેચા ,દક્ષિણ ગુજરાત પ્રાંત RBD મહામંત્રી મનિષભાઇ વાધાણી ,ગુજરાત પ્રાંત દક્ષિણ ગુજરાત ઉપાધ્યક્ષ રવિનભાઈ કરયાવળા ,સુરત મહાનગર અધ્યક્ષ ,જોગીદર સહાની ,સુરત મહાનગર મહામંત્રી અતુલભાઈ ઠેબરીયા ,સુરત મહાનગર RBD અધ્યક્ષ શિવાભાઈ પારાવલી ,વરાછા જીલ્લા અધ્યક્ષ હિંમતભાઈ માવાણી,વરાછા જીલ્લા મંત્રી મિતેશભાઈ લશ્કરી ,તેમજ 100 જેટલા કાર્યકર મિત્રો સાથે આવેદનપત્ર આપ્યું