
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન,સુરત દ્વારા ૨૩ મું અંગદાન કર્યું.
દર્દી અંગદાતા :- પન્નાબેન ભરતભાઈ શિંગાળા (ઉ.૫૨ વર્ષ)
રહે:- ૩૧, રતનજી નગર, સુર્યનગરની પાછળ, એ.કે.રોડ, સુરત.

તા.૧૧-૦૪-૨૦૨૫ નારોજ દર્દી નામે પન્નાબેન ભરતભાઈ શિંગાળાને રાત્રી સમયે અચાનક ચક્કર આવતા તેમના પતિ ભરતભાઈ અને દિયર ધીરેનભાઈ નજીકના દવાખાને લઇ જતાં તપાસ કરતા ત્યાના ડોકટરે બ્લડ પ્રેશર વધારે હોઈ એવું જણાવી નજીકની સિલ્વર હોસ્પિટલ, મોટા વરાછા ખાતે લઇ જવાનું કીધું.

ત્યાના ડો.નીલેશ ગલાણી સાહેબ દ્વારા મગજના રિપોર્ટ કરાવતા દર્દીને મગજમાં હેમરેજ હોઈ જેનું ઓપરેશન કરવું પડે તે માટે તેઓએ તાત્કાલિક કિરણ હોસ્પીટલમાં શિફ્ટ કરાયા હતાં ત્યાં દર્દીને ઈમરજન્સીમાં રાત્રે ૨.૦૦ વાગ્યે ઓપરેશન કરાયું હતું અને વધુ સારવાર અર્થે ICU માં રાખવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ અચાનક તા:-૨૧-૦૪-૨૦૨૫ ના રોજ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી તેમના રિપોર્ટ કરતા મગજ પર સોજો વધી ગયો હોઈ અને દર્દીના તબિયતમાં સુધારો થઇ શકે એમ ના હોઈ અને દર્દી બ્રેઈન ડેડ હોઈ ત્યારે કિરણ હોસ્પીટલમાં ફરજ પરના ડો. ભૌમિક ઠાકોર, ડો.હીના ફળદુ , ડો. દર્શન ત્રિવેદી અને મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલ દ્વારા પન્નાબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. કિરણ હોસ્પિટલના મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલે સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા અને વિપુલ તળાવીયા નો સંપર્ક કર્યો હતો.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ કિરણ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ પન્નાબેનના પરિવારના સભ્યો સાથે મળ્યા. પન્નાબેનના પતિ ભરતભાઈ અને તેમના દિયર ધીરેનભાઈ વારંવાર સોશિયલ મીડિયા અને અખબાર પત્રમાં અંગદાન વિષે જોતા અને વાંચતા હતા. મારા ઘરે જયારે એક દીપક ઓલવાઈ ગયો છે પરંતુ અંગદાન કરી હું બીજા ઘરના અનેક દીપકને પ્રજ્વલિત કરી શકાઈ અને અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોઈ એ વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના પતિએ સ્વેચ્છિક રીતે અંગદાન કરવા માટેની તેયારી બતાવી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ક્રિષ્નાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા કિરણ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો.નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડિયા, નીતિન ધામેલીયા,બિપિન તળાવીયા,હાર્દિક ખીચડીયા,વૈજુલ વિરાણી, કિરણ હોસ્પીટલના ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, જગદીશ સિંધવ,નીલેશભાઈ વિઠાની, એનેસ્થેસિયા ટીમ, કિરણ હોસ્પીટલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને શિંગાળા પરિવારના સભ્યોનો ખુબજ સહકાર મળેલ હતો. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી ૨૩ મું અંગદાન કરાવવામાં આવ્યું. જેના થકી અન્ય સાત લોકોનાં જીવન દીપી ઉઠ્યા છે.