
રિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો; ઘોડા પર બેઠા હતા ને ધડાધડ ગોળીબાર થયો

22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે.
પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતો હતો ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. જ્યાં જન્મદિવસના એક દિવસ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા.
પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. મૃતક શૈલેષના પિતા પણ સુરત આવવા માટે રવાના થઈ ગયા છે.