
તોડકાંડમાં સંડોવાયેલા ચાર પોલીસકર્મીઓની જિલ્લા બહાર શિક્ષાત્મક બદલી કરવામાં આવી..
સુરત સિટી પોલીસને બટ્ટો લગાવતા પ્રકરણ બાદ 4 પોલીસકર્મીની જિલ્લા બહાર બદલી
4 પોલીસકર્મીને શિક્ષાત્મક રૂપે અમદાવાદ શહેર અને કચ્છ-ભૂજ ખાતે બદલી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો
સુરત એરપોર્ટ નજીકથી દુબઇથી ગોલ્ડ સ્મગલીંગ કરતા ઝડપાયેલા સૌરાષ્ટ્રવાસીને ઉમરા પોલીસે ડુમ્મસ રોડ ઉપરથી ઝડપી પાડયો હતો. સ્મગલીંગ કરનાર સામે કાર્યવાહી કરવાના બદલે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી ત્યારે સુરતના એક ડિસીપીની સમગ્ર પ્રકરણમાં એન્ટ્રી થઈ હતી. અધિકારી રહી ચુકેલા ડીસીપીની ભલામણને પગલે સ્મગલીંગ કરનાર સાથે સમાધાનકારી વલણ અપનાવી સેટલમેન્ટ કરી લીધું હતું. પરંતુ સેટલમેન્ટના લાખો રૂપિયાની ભાગબટાઈમાં વાંધો પડતો તેના પરપોટા એક પછી એક ફુટવા લાગ્યા હતા અને મામલો બહાર આવી ગયો હતો.

પોલીસકર્મી હરસુર અલથાણ તથા સંજયસિંહ ડીસીબી સિધ્ધરાજસિંહ ઉમરા અને કિરપાલસિંહ ડિંડોલીના વહીવટદારો જિલ્લા બહાર ફેંકાયા
જો કે જે તે વખતે ઉંમરા પીઆઈને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ શિક્ષાત્મક રૂપે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી દેવામાં આવી હતી. જયારે આ સમગ્ર પ્રકરણમાં પીઆઈ પટેલની સાથે પોતાના પણ હાથ કાળ કરનાર ક્રાઇમ બ્રાંચના હૈ. કો સંજય પરસોત્તમ અને ઉમરા પોલીસ સ્ટેશનના હે.કો સિધ્ધરાજસિંહ ભીખુભાની બદલી અમદાવાદ શહેરમાં જયારે ડીંડોલીના હે.કો કિપાલસિંહ પ્રતાપભાઈની બદલી પશ્ચિમ કચ્છ-ભૂજ ખાતે કરવામાં આવી છે. જયારે અલથાણ પોલીસ મથકના એએસઆઈ હરસૂર રાયમલ સિસોદીયાએ જુગારના કેસમાં મોટો વહીવટ કર્યો હોવાથી ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા શરૂઆતમાં પોલીસ સ્ટેશનના પીએસઓ તરીકેની ફરજ સોંપી દીધી હતી. જયારે આજ રોજ હરસુરની પણ શિક્ષાત્મક રૂપે અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.