
સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યાત્રીઓ અને તેમના સંબંધીઓ માટે ડ્રોપ અને પીકઅપ દરમિયાન પાર્કિંગ ચાર્જના મુદ્દે રોજે રોજ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. “માત્ર દસ મિનિટ”ની ફ્રી પીરિયડની નીતિ વાસ્તવમાં અમલમાં જ નથી, કારણ કે લાંબી લાઈનો અને પાર્કિંગ ટિકિટની માત્ર બે વિન્ડોને કારણે લોકોનો મૂલ્યવાન સમય દૂરજાય છે અને ફ્રીનો સમય વિતાઈ જતા અવળે 105 રૂપિયાનું ચાર્જ ભરવું પડે છે.એરપોર્ટ પર માત્ર બે વિન્ડો પરથી પાર્કિંગની રસીદ અપાતી હોવાથી, લોકો લાંબી લાઈનમાં ઊભા રહેવામાં મજબૂર થાય છે. ઘણી વાર તો રસીદ માટે ઊભા ઊભા 5-7 મિનિટ વીતાઈ જાય છે, જેથી આખો 10 મિનિટનો ફ્રી સમય બસ લાઈનમાં જ જતી રહે છે. પરિણામે, લોકોએ વગર વાંધાના પાર્કિંગ ચાર્જ ચુકવવા પડે છે, જે 30થી લઈને 105 રૂપિયા સુધી હોય છે.

કોન્ટ્રાક્ટરની કમાણી બચાવવાનો ખેલ?
એરપોર્ટ પર માત્ર બે વિન્ડો પરથી પાર્કિંગની રસીદ અપાતી હોવાથી, લોકો લાંબી લાઈનમાં ઊભા રહેવામાં મજબૂર થાય છે. ઘણી વાર તો રસીદ માટે ઊભા ઊભા 5-7 મિનિટ વીતાઈ જાય છે, જેથી આખો 10 મિનિટનો ફ્રી સમય બસ લાઈનમાં જ જતી રહે છે. પરિણામે, લોકોએ વગર વાંધાના પાર્કિંગ ચાર્જ ચુકવવા પડે છે, જે 30થી લઈને 105 રૂપિયા સુધી હોય છે.