
રેલ્વેની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે ચાલતા ગોરખ ધંધા બંધ કરવા જાગૃત નાગરિકે પત્ર લખ્યો
સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ ( કુલી રેસ્ટ રૂમ )માં ચાલી રહ્યો હોવાની વાત
છેલ્લા ઘણા સમયથી સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ એરિયામાં આવેલ કુલી રેસ્ટ રૂમ રૂમમાં પડ્યા રહેતા આ અસામાજિક તત્વો નાના મજુર માણસોને રેલવેની વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી આપવાનું કહી રેલવે ટીકીટના બમણું ભાડુ ( રૂપિયા ) લઈ નાના મજૂરો સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ રૂપિયા પરત માંગે તો મારામારી કરવા ઉપર ઉતારું થઈ જાય છે. આ કુલી રેસ્ટ રૂમનું સ્ટિંગ ઓપરેશનનો વીડિયો ટૂંક સમય માં જાહેર કરાશે.
રેલવેના એજન્ટ બનીને ફરતા મહાથગ નામો સામે આવ્યા
(1) રતન
(2) વિનય
(3) અન્ય વ્યકિત
સુરત પોલીસ તથા રેલવે પ્રશાસન ધ્યાન આપે તેવી તાતી જરૂર