હેલ્મેટ ગરમીમાં ત્રાસદાયક

આગ ઝરતી ગરમીમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મુશ્કેલ, સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ કરવો જોઈએ: પૂર્વ MLA

એપ્રિલ મહિનામાં જ રાજ્યભરના લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે. સતત આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. એક તરફ ગરમીમાં ઘરની બહાર નીકળવું લોકોના આરોગ્ય માટે જોખમી છે ત્યારે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થવાની શક્યતા છે. સતત ટ્રાફિક સિગ્નલો ઉપર હેલ્મેટ પહેરીને વાહન ચાલકો ઉભા રહી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદાને લઈને નારાજગી વ્યક્ત કરતો પત્ર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લખ્યો છે.

પૂર્વ ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે પ્રજા માટે સિટી વિસ્તારમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમરૂપ છે કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજના ડોકટરોનો અભિપ્રાય લો તો કહેશે સિટી વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે. પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એ.સી. ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ જણાવ્યું કે પ્રજા માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટર સમસ્યારૂપ છે. પ્રજા હેલ્મેટમાં લુટાઈ છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે. જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સિટી વિસ્તારમાંથી હેલ્મેટમાંથી મુક્તિ આપો. પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગમાં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં, ક્યા-ક્યા સાચવે અને ઘણીવાર ગાડીઓ પરથી ચોરાઈ પણ જાય છે. જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારના એમ.પી., ધારાસભ્ય, તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજૂઆત કરો. સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા વટહુકમથી રદ કરે એવી મારી અપીલ છે.

FOLLOW US
  • Related Posts

    પરવટ પાટીયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષિય વિદ્યાર્થીને ભગાવી ગઈ

    શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું, બાદમાં ફોન બંધ ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતોપરવત પાટિયા વિસ્તારમાં આવેલી એક હિંદી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા…

    FOLLOW US

    દિપક ઇજારદાર ને ભીમપોર મંડળીના સદસ્યનું ખાસ સામાન્ય સભામાં ખુલ્લુ સમર્થન

    ઝીંગા તળાવ પૂરી તેના ઉપર ગ્રીનહાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ : દિપક ઇજારદાર શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ ની ખાસ સાધારણ સભા રવિવારે…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *