
ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશથી લઈ સુરક્ષા ચકાસણીની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની પ્રક્રિયામાંથી પેસેન્જરોને છૂટકારો મળશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિજિયાત્રાની સ્થાપના પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિજિયાત્રા મુસાફરોની સગવડ માટે કાર્યરત થશે. તે મુસાફરો માટે ઝડપી અને કાર્યક્ષમ સુરક્ષા ચકાસણી સુવિધા પૂરી પાડશે, કારણ કે ડિજિયાત્રાને પગલે મુસાફરો લાંબી લાઈનોથી બચી શકશે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પિક અવર્સમાં ત્રણ-ચાર ફ્લાઈટ એક સાથે ટેક ઓફ થાય છે, ત્યારે પેસેન્જરોની ભીડ જામે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિજિ યાત્રા પોર્ટલ નામની નવી વ્યવસ્થા શરૂ કરી છે. દેશના મહત્વના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ સુવિધા ચાલી રહી છે. સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર અને સુરક્ષા ચેકઈન કાઉન્ટર પર આ નવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.

ચેકપોઈન્ટ પેપરલેસ બનશે અને મુસાફરોને આઈ કોન્ટેક્ટલેસ ટ્રાવેલિંગનો લાભ મળશે DG યાત્રા પ્લેટફોર્મ પર એડવાન્સ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ચેકપોઈન્ટ પેપરલેસ બનશે અને મુસાફરોને આઈ કોન્ટેક્ટલેસ ટ્રાવેલિંગનો લાભ મળશે.

ટર્મિનલના મુખ્ય પ્રવેશદ્વાર પર આ નવી સિસ્ટમ ઊભી કરાઈ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પિક અવર્સમાં ત્રણ-ચાર ફ્લાઈટ એક સાથે ટેક ઓફ થાય છે, ત્યારે પેસેન્જરોની ભીડ જામે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિજિ યાત્રા પોર્ટલ નામની નવી વ્યવસ્થા શરૂ કરી છે. દેશના મહત્વના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ સુવિધા ચાલી રહી છે. સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર અને સુરક્ષા ચેકઈન કાઉન્ટર પર આ નવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.