
રાજકોટની ઘટના બાદ જાણીતા વોટર પાર્કને બંધ કરાવી દેવાયા પણ કછોલીનો વોટર પાર્ક બાંયધરીના નામે તંત્રની આંખમાં ધૂળ નાંખીને ચલાવાઈ રહ્યો છે
પોલીસ દ્વારા વોટર પાર્ક મામલે તપાસ કરાવવામાં આવશે અને ખોટું થયું હશે તો સીલ કરાશેઃ પો.કમિ. ગેહલોત રાજકોટની ઘટના બાદ બનાવવામાં આવેલી કમિટી દ્વારા કોઈપણ વોટર પાર્કને મંજૂરી આપવામાં આવી નથી ત્યારે આ વોટર પાર્ક કઈ રીતે ચાલી રહ્યો છે તે મોટો પ્રશ્ન સુડામાંથી કોઈપણ પ્રકારના બાંધકામની મંજૂરી લેવાઈ નથી, ફાયર સેફટીનું કમિટી પાસેથી એનઓસી લેવાયું જ નથી, જૂનાના નામે જ કારભાર ચાલે

સચિન-પલસાણા હાઈવે પર કછોલી ખાતે આવેલા વોટરપાર્કના એક પછી એક નીતનવા ભોપાળા ખુલી રહ્યા છે. આ વોટરપાર્ક ગેરકાયદે જ ચલાવવામાં આવી રહ્યો છે. રાજકોટની આગની ઘટના બાદ આખા સુરતમાં વોટરપાર્કને બંધ કરાવી દેવામાં આવ્યા છે અને હજુ સુધી જાણીતા વોટરપાર્કને પણ પરમિશન આપવામાં આવી નથી ત્યારે આ વોટરપાર્ક કઈ રીતે ચાલી રહ્યો છે તે જ મોટો પ્રશ્ન છે. રાજકોટની ઘટના બાદ વોટરપાર્ક અને ગેમ ઝોનની મંજૂરી માટે તમામ વિભાગોને સાંકળતી કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટીએ કોઈપણ પ્રકારની મંજૂરી આ રેઈનબો વોટરપાર્કને આપી નથી ત્યારે વોટરપાર્કમાં આવતા સહેલાણીઓના માથે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અધિકારીઓ દ્વારા પણ ભ્રષ્ટાચાર આચરીને આ વોટરપાર્ક સામે કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાની આશંકા સેવાઈ રહી છે. કછોલીમાં બ્લોક નં.530માં ચલાવવામાં આવી રહેલા આ વોટરપાર્ક માટે શરૂઆતથી જ કોઈ મંજુરીઓ લેવામાં આવી નથી. બાંધકામનો કોઈ જ પ્લાન સુડામાં મંજૂર કરાવવામાં આવ્યો નથી. આર્કિટેક્ટના નકશાઓને આધારે આખો વોટરપાર્ક ચલાવવામાં આવી રહ્યો છે સુડા માંથી આ માટે કોઈ જ મેંજૂરી હેવામાં આવી નથી. રાજકોટની ઘટના બાદ સરકારે જ્યારે અન્ય તમામ વોટરપાર્ક માટે વિવિધ મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી હોવા છતાં પણ આ વોટરપાર્કના સંચાલકો દ્વારા મંજૂરીઓ મામલે દેખાડા જ કરવામાં આવ્યા છે. રાજકોટની ઘટના બાદ સરકાર દ્વારા સ્થાનિક સ્તરે તમામ વિભાગોને સાંથળતી કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીમાં ફાચરશો શરૂ કરીને મનપા, સુડા, ફાયર, કલેક્ટર, ઇલેક્ટ્રિક વિભાગ, ડીજીવીસીએલ વિભાગ
વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોવા જેવું એ છે કે, રાજકોટની ઘટના પટેલા ચાલતા સુરતના હજીરા વિસ્તાર ના જાણીતા વોટરપાર્કને પણ હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી ત્યારેબાંહેદરી ના નામે કેવી રીતે આ વોટરપાર્ક ચાલવા દેવામાં આવી રહ્યો છે તે મોટો પ્રશ્ન છે. વોટરપાર્ક માટે સૂડાની મંજૂરી નથી, પોલીસની મંજૂરી નથી, ફાયર સેફટી પણ જુના સર્ટિફિકેટો છે.અધિકારીઓ ભ્રષ્ટાયાર આચરીને ચૂપ થઈ ગયા છે ત્યારે આ વોટરપાર્કમાં કોઈ મોટી હોનારત થાઈ તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.