સુરત ના ભેસ્તાનમાંથી બિયર બાર ઝડપાયું, બારમાં દારૂ સાથે ચખનાની પણ વ્યવસ્થા કરાઈ

ભેસ્તાન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે બાર ઝડપી પાડયું છે,જેમાં એસએમસીએ દરોડા પાડયા હતા અને બિયર બાર ઝડપાયો હતો,બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે,ભેસ્તાનના જિયાવ ગામમાં આ બાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે.ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીસ્ટાફને આ વાતની નથી ખબર કે પછી વહીવટદાર વહીવટ કરતા હતા ?

બારમાં દારૂ સાથે ચખનાની પણ વ્યવસ્થા
SMCએ દરોડા પાડી બિયર બાર ઝડપી પાડયું છે,જેમાં ભેસ્તાનના જિયાવ ગામમાં બાર પકડાયું છે,ભેસ્તાન પોલીસની હદમાં એક સાથે બે રેડ એસએમસીએ કરી છે જેમાં ચખનાના 67 પેકેટ, 190 સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે,SMCએ 15 આરોપીની ધરપકડ કરી છે જેમાં 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે,તો ત્રિમૂર્તિ ત્રણ રસ્તા પાસે રેડમાં 6 ઝડપાયા છે, તો SMCની કુલ 2 રેડમાં 21 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.કુલ બે રેડમાં 6 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

અવાર-નવાર SMC પાડે છે સુરતમાં રેડ
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા અવાર-નવાર સુરતમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવે છે,આ રેડ દરમિયાન પોલીસને બાતમી હોય છે અને સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય છે,સુરતમાં દારૂના અડ્ડા ધમધમે છે એ સ્ટેટ મોનિટરીંગ સેલને ગાંધીનગરથી ખબર પડે છે પરંતુ સુરતના સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને ખબર પડતી નથી,ત્યારે પોલીસ અધિકારીને પણ શરમ આવવી જોઈએ કે બહારની એજન્સી રેડ પાડે છે અને તમારી ટીમ નિષ્ક્રીય રીતે જોઈ રહે છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાનમાં ચાલતા મહિલા બુટલેગર ગીતા નરકરના અડ્ડા પર બાતમી આધારે રેડ કરી હતી. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરતા દારૂના અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી. અડા પરથી 5726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત 11,00,000 જેટલી થાય છે

FOLLOW US
  • Related Posts

    પરવટ પાટીયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષિય વિદ્યાર્થીને ભગાવી ગઈ

    શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું, બાદમાં ફોન બંધ ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતોપરવત પાટિયા વિસ્તારમાં આવેલી એક હિંદી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા…

    FOLLOW US

    દિપક ઇજારદાર ને ભીમપોર મંડળીના સદસ્યનું ખાસ સામાન્ય સભામાં ખુલ્લુ સમર્થન

    ઝીંગા તળાવ પૂરી તેના ઉપર ગ્રીનહાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ : દિપક ઇજારદાર શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ ની ખાસ સાધારણ સભા રવિવારે…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *