
અલથાણની બ્રોડ વે ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આરટીઇ હેઠળના પ્રવેશવાળા વિદ્યાર્થીઓના વાલીઓને આગામી વર્ષની ફી ભરવા માટે કહેવામાં આવ્યું છે. સુરત જીલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. શાળા દ્વારા ધોરણ-૨માં પ્રવેશ માટે ૭૦ હજાર રૂપિયા ફી માંગવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

અલથાણની બ્રોડ વે ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આરટીઇ હેઠળના પ્રવેશવાળા વિદ્યાર્થીઓના વાલીઓને આગામી વર્ષની ફી ભરવા માટે કહેવામાં આવ્યું છે. તે અંગે સ્થાનિક કોર્પોરેટર પુર્ણિમા દોવલે દ્વારા સી.એમ,ડીઓ ઓફિસ મા પણ અરજી કરી નીયાય ની માંગ કરી હતી
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, આરટીઇ, ૨૦૦૯ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. સુરતની અલથાણ વિસ્તારમાં આવેલી બ્રોડ વે ઈન્ટરનેશન સ્કૂલમાં એક વિદ્યાર્થીએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ
શાળા દ્વારા આગામી વર્ષે ધોરણ-૨માં પ્રવેશ માટે ૭૦ હજાર રૂપિયા ફીની માંગણી કરાઈ હતી. અન્યથા બીજી શાળામાં પ્રવેશ મેળવવા માટે કહી દેવાયું હતું. તેમજ શાળા દ્વારા વાલી પાસે પ્રવેશ વખતે જ લખાણ લખાવી દેવામાં આવ્યું હતું. જેમાં બાળક ફક્ત ધોરણ-૧માં જ અભ્યાસ કરી શકશે, જે બાળક પરીક્ષા પાસ કરી ધોરણ રમાં પ્રવેશ મેળવશે, ત્યારે તેની ફી ચૂકવવી પડશે અને ફી ન ચુકવે તો બીજી શાળામાં પ્રવેશ મેળવવા માટે દબાણ કરવામાં આવે છે. અને તે પ્રમાણેના પત્ર લખી આપવામાં આવે છે. આ અંગે સુરતના કોર્પોરેટર પૂર્ણિમા દાવલે દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરિયાદ કરવામાં આવી છે. તેમજ બાળકના વાલી દ્વારા આ અંગે સુરત જીલ્લા શિશવાધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે.
અલથાણની બ્રોડ વે સ્કૂલ દ્વારા આરટીઈમાં બીજા ધોરણમાં પ્રવેશ માટે ફ્રી માંગવામાં આવી, પ્રવેશ વખતે જ બાળક માત્ર ધોરણ-૧માં અભ્યાસ કરી શકશે તેવું લખાણ લઈ લેવાયું હતું