

સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકોની અનિર્ણયકતાના કારણે પાલિકામાં અધિકારીઓની સંખ્યા ઓછી છે અને અધિકારીઓ પર કાર્યભાર વધુ છે દરમિયાન સરકાર દ્વારા આઈએએસના બદલીના ઓર્ડર કર્યા તેમાં ડાયરેક્ટર, ઉચ્ચ શિક્ષણ વિભાગ તરીકે ફરજ બજાવતા સનદી અધિકારીને પાલિકાના ડેપ્યુટેશન પર ડેપ્યુટી કમિ. તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત સરકારે ઓર્ડર કર્યા હતા તેમાં ડાયરેક્ટર, ઉચ્ચ શિક્ષણ વિભાગ તરીકે ફરજ બજાવતા સનદી અધિકારી ગુરવ દિનેશ રમેશની સસુરત પાલિકામાં ડેપ્યુટેશન પર ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેના કારણે હવે સુરત પાલિકાના વહિવટમાં નિધિ સિવાય, ભોગાયતા અને ત્રીજા ડે.કમિશ્રર તરીકે ગુરવ દિનેશ રમેશ બનશે. જેના કારણે હવે સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યું છે.
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ ચેપ્ટરપ્રોવાઈઝોથી સીટી ઈજનેરની નિમણૂક કરી હતી. ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રે મ્યુનિ.કમિશ્નરે ડિવીઝન હેડ સ્તરના અધિકારીઓની આંતરિક વિભાગીય બદલી ઓર્ડર ઇસ્યુ કર્યા હતા. હવે ફરીથી નવા અધિકારીની નિમણૂક થઈ છે તેથી આગામી દિવસોમાં ફરીથી અધિકારીઓની કામગીરી ભારણમાં બદલાવ આવી શકે છે.
સરકારના આ નિર્ણયના કારણે પાલિકાના વહીવટ પર સરકારી અધિકારીનું પ્રભુત્વ વધશે પરંતુ તેની સાથે સાથે સુરત પાલિકાના અનેક અધિકારીઓ એવા છે જે વધુ પડતા કાર્ય બોજ હેઠળ દબાયેલા છે. તેઓનો કાર્ય બોજ હળવો થશે