ગુજરાતની ટોપ 11માં સુરત પાલિકાની 8 સ્કૂલોનો સમાવેશ

કોમન એન્ટરન્સ ટેસ્ટ હેઠળ સમિતિના 3,021 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા, સ્કૂલો અને શિક્ષકોનું સન્માન કરાશે

રાજ્યની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે વર્ષ 2025માં લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નું પરિણામ જાહેર થતા ગુજરાતની ટોપ 11 સ્કૂલોમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 સ્કૂલોઓનો સમવાશે થયો છે. સમિતિ હસ્તકની સ્કૂલોઓના 19,200 વિદ્યાર્થીોએ પરીક્ષા આપી હતી જેમાંથી 3021 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. જેઓને અભિનંદન પાઠવવા, સ્કૂલો અને સ્કૂલોના શિક્ષકોનું સન્માન કરવાનો સામાન્ય સભામાં નિર્ણય કરાયો છે.

ધોરણ છના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે ઉપરાંત સરકારની વિવિધ સ્કૂલોમાં વિના મુલ્યે એડમિશન મળે તે માટે ગુજરાત પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા CET (કોમન એન્ટરન્સ ટેસ્ટ) લેવામાં આવે છે. આ પરીક્ષામાં સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 20 હજાર વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 19,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. સમિતિના 3,021 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. તેઓને સ્કોલરશીપ મળશે અથવા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે.

આખા ગુજરાતમાં ટોપ 11 સ્કૂલમાં સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની 8 સ્કુલનો સમાવેશ થયો છે. જેમાં યુ.આર.સી ઝોન-2માં વરાછા કતારગામની 7 સ્કૂલોનો સમાવેશ થાય છે. સુરતમાં 3,021 જેટલા વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના વિદ્યાર્થીઓ મેરિટમાં આવી છે, જે પૈકી 1,968 જેટલા વિદ્યાર્થીઓ ઝોન-2ના છે. આજે સમિતિની સામન્ય સભા મળી હતી. તેમાં તમામ સભ્યોએ સ્કૂલોની સિધ્ધિને બિરદાવી હતી

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *