સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબોલ

સુરત પાલિકાના મોટા વરાછામાં પાલિકાની ખુલ્લા પ્લોટ ફાળવવાની નીતિ દિવસેને દિવસે વિરોધ થઈ રહ્યો છે. પાલિકાએ ફાળવેલા પ્લોટ આસપાસના રહીશો માટે આફતરૂપ હોય લોકો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે મોટા વરાછાની કેટલીક સોસાયટીના રહીશોએ પ્લોટ ફાળવણી સામે વિરોધ કર્યો હતો અને સોસાયટીના રહીશોએ હલ્લાબોલ મચાવી ફાળવણી રદ્દ કરવા તથા તાત્કાલિક ધોરણે શેડ બનાવવાનું કામ રોકવાની માંગણી કરી હતી. તો વિપક્ષના એક કોર્પોરટેરે પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 

પાલિકાએ ફાળવેલા પ્લોટમાં ફુડ ઝોન પાર્કિંગ, ગેરેજ, પાનના ગલ્લા, કાપડ તથા ભંગારના ગોડાઉન, જવલનશીલ પદાર્થના ગોડાઉનો સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ અર્થે સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પાલિકાની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસરની સબ ફાળવણી કરવા ગેરકાયદેસર અને જોખમી પતરાના ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આવા પ્રકારની પ્રવૃતિથી લોકોની હેરાનગતિ થતાં તેઓએ પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓને રજૂઆત કરીને પ્લોટની ફાળવણી રદ્દ કરવા તથા તાત્કાલિક ધોરણે શેડ બનાવવાનું કામ રોકવાની માંગણી છે.

વિપક્ષના કોર્પોરેટર મોનાલી હીરપરાએ તો આ બાબતે સીધો મેયર પર આક્ષેપ કર્યો છે તેઓએ કહ્યું છે, મોટા વરાછામાં ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન નથી છતા ત્યા અસંખ્ય ડોમ બની ગયા છે. મેયરના પોતાના જ ભાઈબંધુઓને ત્યા પ્લોટ ફાળવી દેવાયા છે અને ટેમ્પરરી સ્ટ્રક્ચર બની ગયા છે. આ અંગે સોસાયટીના પ્રમુખો દ્વારા પણ ઘણીવાર લેખિત અરજી આપવામાં આવી છે. હાલમાં જ મોટા વરાછામાં મોટી સંખ્યામાં રેલી પણ નીકળી હતી. તેમ છતા ડોમ બની જ રહ્યા છે અને આવા ડોમ પર કોઈ કાર્યવાહી થતી નથી તેથી લોકો હેરાન થઈ રહ્યાં છે.

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *