SVNITની માઈન્ડ બેન્ડ ઈવેન્ટમાં જોખમી મનોરંજન!

પૂણેથી ડ્રિફ્ટિંગ કરતાં પ્રોફેશનલોને બોલાવ્યા, બાઈકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ, વિદ્યાર્થીઓ સામે કારથી સ્ટંટ

સુરતની જાણીતી SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલે તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. 7 એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઈન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારના શોમાં લાલ-પીણી-લીલી લાઈટ વાળી લાઈટ સાથેની કારથી અને બાઈકથી જોખમી સ્ટંટ કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાના વીડિયો પણ વાઇરલ થયા છે.

કાર શોની ઇવેન્ટના નામે જોખમી મનોરંજન SVNITમાં માઈન્ડ બેન્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ કેમ્પસમાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી, તે પ્રમાણે માત્ર કાર શોનું જ આયોજન હતું. આ કાર્યક્રમને લઈ રાત્રિના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. જોકે, કાર્યક્રમ કઈ અલગ જ પ્રકારનો કરવામાં આવ્યો હતો. કાર ડ્રિફ્ટિંગના સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે જોતા જ એક નજરે જોખમી છે તે સ્પષ્ટ થઈ જાય છે. આ ઉપરાંત બાઈકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ હતી. આ પ્રકારના સ્ટંટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે.

પૂણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ સમગ્ર ઘટના પોલીસને ધ્યાને આવતા પોલીસે કહ્યું કે, તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ SVNITના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ જણાવ્યું કે, મને ઇવેન્ટ વિશે ખબર નથી. જોકે, મેનેજમેન્ટ દ્વારા માત્ર માઇન્ડ બેન્ડ ઈવેન્ટની પરવાનગી અપાઇ હતી. હું ઇવેન્ટના ચેરપર્સન સાથે વાત કરીને આયોજન વિશે જાણીને જણાવું છું.

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

    સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *