

સુરતઃ પાંડેસરામાં રહેતા વેપારી મિત્રના ક્રેડીટ કાર્ડમાંથી 60 હજાર ખર્ચી મિત્રએ છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોધાય છે. ઠગબાજ મિત્રએ કંપની ખોલી માર્કેટમાંથી 25-30 લાખ ઉઘરાવી ભાગી હોવાનો આરોપ ભોગ બનનાર મિત્રએ કયો હતો. શાંતિવન સોસાયટી, પાંડેસરા ખાતે રહેતા મેડિકલ રી-પ્રેઝન્ટેટિવ તરીકે કરતા સાથે સંકળાયેલા સંકેત શુકલાએ રમેશભાઈ ગતરોજ મિત્ર દિવ્યાંશુ સત્યઘર વિશ્વક્રમા (ધંધો. ક્રેડિટ કાર્ડ બીલ-પે, રહે. આશિષનગર પાંડેસરા) સામે ફરિયાદ નોધાવી હતી. દિવ્યાંશુએ ગત 10 જાન્યુઆરી પહેલા તેમના ક્રેડીટ કાર્ડમાંથી 60 હજાર ઉપાડયા હતા. ત્યારબાદ પૈસા પરત આપ્યા નહતા. સંકેતે પૈસાની ઉઘરાણી કરતા દિવ્યાંશુ 30- 30 હજારના બે ચેકો આપ્યા હતા જે ચેક સંકેતે બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા. પાંડેસરા પોલીસે સાકેતની ફરિયાદ લઈ દિવ્યાંશુ વિશ્વક્રમા સામે ગુનો નોધી તપાસ શરુ કરી છે. ઠગબાજ મિત્રએ કપની ખોલી માર્કેટમાંથી 25-30 લાખ ઉઘરાવી ભાગી હોવાનો આરોપ ભોગ બનનારે કયો હતો
#surat #crime news #channeleyewitness.com