કેફેની ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી!

કેફેની ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી:દમણ સામાન ખાલી કરી કેરેટમાં 99 દારૂ-બિયરની બોટલ ભરી, પોલીસે ત્રણની ધરપકડ કરી

સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતું મોટું રેકેટ ઝડપ્યું છે. “અજય કેફે”ના નામે ચાલતી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલા બી.આર.સી. રોડ પર લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી ત્રણ લોકોની ધરપકડ કરી છે.

દમણ સામાન ઉતારી દારૂ ભર્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ “અજય કેફે”ના દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ શાખાઓમાં બેકરીનો સામાન પહોંચાડવાનો વ્યવસાય કરે છે. સામાન પહોંચાડ્યા બાદ તેઓ દમણથી પરત ફરતી વેળાએ કેળવણી માટે ઉપયોગમાં લેવાતી ટેમ્પોમાં કેરેટની વચ્ચે દારૂ છૂપાવી સુરત તરફ દારૂ લાવતા હતા. હવે ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસમાં હજુ વધુ કડિયા ખુલવા બાકી છે.

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *