
દુષ્કર્મકેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત:વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી દુષ્કર્મ આચર્યું હતું, કોર્ટ આવતીકાલે સજા સંભળાવી શકે છે
સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર જૈન મુનિએ આચરેલા દુષ્કર્મ કેસનો ચુકાદો આવ્યો છે. સુરત કોર્ટે આરોપી જૈન મુનિને દુષ્કર્મકેસમાં દોષિત ઠેરવ્યા છે. સજા આવતીકાલ સુધીમાં સંભળાવવામાં આવે એવી શક્યતા છે. વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે અઠવા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જૈનમુનિની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ સુરત કોર્ટમાં ચાલી જતા કોર્ટે દુષ્કર્મ કેસમાં જૈનમુનિને દોષિત ઠેરવ્યા છે.
કેસની વિગત મુજબ ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલાં એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરે તેણી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતા આરોપી શાંતિસગારની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. ત્યારબાદ એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી અઠવા પોલીસ મથકમાં IPC કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધાયો હતો.
#surat#crime news #surat local news #channeleyewitness