
નાના બાળકોને પડોશી સાથે બહાર મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડાયમંડ સીટી સુરતના કડોદરા વિસ્તારમાં હચમચી જવાય તેવી ઘટના બની છે.
6 વર્ષની બાળકીની હત્યા પડોશમાં રહેતા યુવકે જ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પડોશમાં રહેતો યુવક ચોકલેટ અપાવવાના બહાને લઈ ગયો હતો. જો કે યુવક ઘણા લાંબા સમય સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. છતાં યુવક તથા બાળકી ન મળતા નજીકના પોલીસ સ્ટેશને સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોએ કરી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા બાળકીનો મૃતદેહ અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.