
બેગમપુરા વિસ્તારમાં ગણેશકુમાર ગિલીટવાલાએ અશ્લિલ ફોટો બતાવી કપડાં ખેંચી બિભત્સ માંગ કરી
સુરતના કોટ વિસ્તાર બેગમપુરામાં ત્રણ દિવસ અગાઉ નજીકમાં રહેર્તી અને ધો.૧૨ ની પરીક્ષા આપનાર ૧૭ વર્ષની તરુણીને પોતાના ઘરે બોલાવી અડપલાં કરનાર વૃદ્ધની મહિધરપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કોટ વિસ્તાર બેગમપુરામાં રહેતી ૧૭ વર્ષની તરુણીએ હાલમાં જ ધો.૧૨ ની પરીક્ષા આપી છે. ગત બુધવારે બપોરે તેના ઘર નજીક રહેતા ગણેશકુમાર ઉર્ફે ગણેશદાદા નટવરલાલ ગિલીટવાલાએ તેને ફોન કરી કહ્યું હતું કે તારા મમ્મીનું પાર્સલ મારા ઘરે આવ્યું છે તું મારા ઘરેથી લઈ જા પણ તારી દાદીને આ અંગે જણાવતી નહીં.તરુણી તેમના ઘરે પહોંચી ત્યારે ગણેશકુમાર ઉર્ફે ગણેશદાદા તેને બેડરૂમમાં લઈ ગયા હતા અને દરવાજાની સ્ટોપર અંદરથી બંધ કરી બેડરૂમમાં પડેલા અશ્લીલ ફોટાઓ બતાવી બિભત્સ માંગણીઓ કરી હતી.બાદમાં તેમણે તરુણીનો હાથ પકડી રાખી છાતીના ભાગે હાથ ફેરવી તેણે પહેરેલું શોટ્સ પણ ખેંચ્યું હતું. ‘યેનકેન રીતે ત્યાંથી ભાગી નીકળેલી તરુણીએ બનાવ અંગે પરિજનોને જાણ કરતા તેમણે ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ૬૮ વર્ષીય ગણેશભાઈ ઉર્ફે લલ્લુ નટવરલાલ ગીલીટવાલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી