
ઓરેન્જ એલર્ટ વચ્ચે સુરત શહેર ડિઝાસ્ટર 24X7 એલર્ટ મોડ પર કામે લાગ્યું, તમામ નાયબ મામલતદાર, સરપંચ અને તલાટીઓ સાથે સંપર્કમાં
હવામાન વિભાગ જે પ્રકારે આગાહી કરી રહ્યું છે તેને લઈને હવે રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. સુરત ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ સંકલન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે. અસહ્ય ઉકળાટથી પરેશાન લોકો થઈ રહ્યા છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થવાની આગાહી થઈ રહી છે. હવામાન વિભાગે 23 મે સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં વરસાદની જાહેરાત કરી છે. હાલ હવામાન વિભાગે યલો એલર્ટની જાહેરાત કરી છે. અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે લોકો પણ વાતાવરણમાં ઠંડક પ્રસરે તેની રાહ જોઈ રહ્યા છે.
કંટ્રોલરૂમ તમામ તૈયારીથી સજજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 48 કલાકમાં વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો આવવાની શક્યતા છે હવામાન વિભાગે આજે યેલો એલર્ટની જાહેરાત કરી છે. પરંતુ આવતીકાલ સુધીમાં ઓરેન્જ એલર્ટ થવાની શક્યતાને જોતા રાજ્ય હવામાન વિભાગ દ્વારા જે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા હોય તે જિલ્લાના તમામ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ સાથે સંકલન કરી લીધું છે. સ્થાનિક સ્તર ઉપર પણ અધિકારીઓની ટીમ દ્વારા સંકલન કરીને ઓરેન્જ એલર્ટ સમયે વધુ વરસાદ થાય તો તમામ તૈયારીઓ કરી લેવા માટેનું આયોજન થયું છે.
કાંઠા વિસ્તારોમાં સૂચના આપી દેવામાં આવી નાયબ મામલતદાર ભરતસિંહ આમલાએ જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા અમને જે માહિતી આપવામાં આવી રહી છે તે મુજબ આજે યલો છે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ સુધી હવામાનમાં બદલાવ જોવા મળે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને તમામ શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે સંકલન કરી લેવામાં આવ્યું છે. ભારે વરસાદ થાય તેવા સમયે લોકોએ કેવી રીતે સતર્ક રહેવું જોઈએ. તેને માટે સૂચનાઓ પણ આપવાની શરૂ કરી દેવા છે ખાસ કરીને કાંઠા વિસ્તારમાં જે માછીમારો છે.તેમને બે દિવસ માટે દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.