હીટવેવથી બચવા આટલું કરો

  • પુરતું પાણી પીઓ, તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું.
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો.
  • બને તેટલું ઘરની અંદર રહો.
  • વજનમાં હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
  • શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું. તડકામાં ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
  • આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.
  • પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
  • નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
  • ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
  • ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
  • ઉપવાસ કરવાનું ટાળવું
  • મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
  • ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
  • બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
  • ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
  • પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.

-: હીટવેવ સમયે આટલું ન કરો:-

  • શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ.
  • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ. તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો જોઈએ.
  • વધુ પ્રોટીન ધરાવતો ખોરાક, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.
  • બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.

– અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો, જે બિનજરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો.

-: લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણો:-

-માથું દુ:ખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો

  • શરીરનું તાપમાન વધી જવું
  • ખૂબ તરસ લાગવી
  • શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
  • વધુ તાવ આવવો
  • ગરમ અને સૂકી ત્વચા
  • નાડીના ધબકારા વધવા
  • ઉલ્ટી થવી, ઉબકા આવવા
  • ચકકર આવવા, આંખે અંધારા આવવા
  • બેભાન થઈ જવું
  • સુધ-બુધ ગુમાવી દેવી
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો.

-: લૂ લાગે ત્યારે વ્યક્તિની પ્રાથમિક સારવાર માટે આટલું કરો:-

  • જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
  • શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
  • લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
  • જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી

લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ.

FOLLOW US
  • Related Posts

    પરવટ પાટીયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષિય વિદ્યાર્થીને ભગાવી ગઈ

    શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું, બાદમાં ફોન બંધ ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતોપરવત પાટિયા વિસ્તારમાં આવેલી એક હિંદી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા…

    FOLLOW US

    દિપક ઇજારદાર ને ભીમપોર મંડળીના સદસ્યનું ખાસ સામાન્ય સભામાં ખુલ્લુ સમર્થન

    ઝીંગા તળાવ પૂરી તેના ઉપર ગ્રીનહાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ : દિપક ઇજારદાર શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ ની ખાસ સાધારણ સભા રવિવારે…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *