
સુરત શહેર SOG પોલીસે મગદલ્લા રોડ પર આવેલા અરીસ્ટા કોમ્પ્લેક્સના સાતમા માળે એક ઓફિસની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડો પાડી, 12 નબીરા અને હુક્કાબારના સંચાલકને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કાબાર પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે
હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવાયા મળતી માહિતી મુજબ, SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અરીસ્ટા કોમ્પ્લેક્સમાં ઓફિસના બહાને હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા, ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવામાં આવ્યા છે.