ચોમાસામાં મેટ્રો બનશે માથાનો દુ:ખાવો

સુરતમાં મેટ્રોની ધીમી કામગીરીથી પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવશે, અડાજણ ચોક સહિતના વિસ્તારમાં વાહનચાલકોને ભારે પરેશાની

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે. સિટીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો મેટ્રો રેલ પ્રોજેક્ટને ઘણા સમયથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્વાભાવિક છે કે, ખૂબ મોટો પ્રોજેક્ટ હોવાને કારણે વધુ લોકોને તેની અવગણના કરતા હોય પરંતુ જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તેને લીધે લોકોમાં ક્યાંકને ક્યાંક મેટ્રોની કામગીરીથી અસંતોષ પણ જોવા મળ્યો છે. જે વિસ્તારમાંથી મેટ્રો ટ્રેન પસાર થવાની છે ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી વકરી હતી તેની સાથે સાથે રસ્તાઓ પર લગાડેલા બેરીકેટને કારણે ચોમાસા દરમિયાન પણ ભારે મુશ્કેલી સર્જાય તેવું લાગી રહ્યું છે.

મેટ્રોની કામગીરીથી પાણી ભરાવા સમસ્યા સુરત શહેરમાં સામાન્ય રીતે જ્યારે પાણીનો ભરાવો થતો હોય છે, ત્યારે તેના નિકાલની વ્યવસ્થા ઝડપથી થઈ જતી હતી. પરંતુ ઘણા એવા નવા વિસ્તારો ધ્યાન પર આવ્યા છે કે, જે માત્ર મેટ્રોની કામગીરીના કારણે જ પાણી ભરાવાથી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં મેટ્રોની કામગીરી જ્યાં ચાલી રહી છે તે વિસ્તારમાં ભૂતકાળમાં ક્યારેય ભરાયા ન હોય તેટલા પાણી ચોમાસા દરમિયાન ભરાયેલા દૃશ્યો સામે આવ્યા હતા. ચોક બજાર સ્વામી વિવેકાનંદ સર્કલની આસપાસના વિસ્તારમાં પણ મેટ્રોની ચાલતી કામગીરીના કારણે પાણીનો ભરાવો જોવા મળતો હતો. તેની સાથે સાથે કપોદ્રા, સરથાણા, એલપી સવાનીથી કેબલ બ્રિજ સુધીનો રોડ, પાલનપુર જકાતનાકા તરફના રોડ ઉપર, લંબે હનુમાન સહિતના વિસ્તારોમાં મેટ્રોની કામગીરીને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.

બેરીકેટના કારણે રોડ ઉપર દબાણ થતાં ટ્રાફિકજામ સર્જાય છે મેટ્રો રૂટ ઉપર જે પિલ્લરો બની રહ્યા છે, ત્યાં આગળ બેરીકેટ લગાડી દેવામાં આવે છે. ઘણી વખત કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ લાંબા સમય સુધી બેરીકેટ લગાવી રાખવામાં આવતા હોવાને કારણે રસ્તાઓ ઉપર દબાણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ જાય છે. તેથી ટ્રાફિકજામ થવાના દૃશ્યો સતત સામે આવતા રહે છે. વાહનોની સંખ્યાની દૃષ્ટિએ અવરજવર માટેના રોડ ઉપર દબાણ વધુ હોવાને કારણે ટ્રાફિકજામ થઈ જાય છે. બીજી તરફ રસ્તા ઉપરથી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા હોય છે તે બેરીકેટના કારણે અવરોધાય છે અને તેને લીધે પાણીનો ભરાવો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

રોડ પર ખાડા અને કાદવથી મુશ્કેલી મેટ્રોની કામગીરી જે પણ વિસ્તારમાં ચાલે છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ખાડા ખોદવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ ખાડો ખોદાઈ ગયા બાદ મેટ્રો વિભાગ દ્વારા ઝડપથી તેને પૂરવામાં આવતા નથી. તેમજ જે માટી રસ્તા ઉપર પડેલી હોય છે તેને પણ દૂર કરવામાં આવતી નથી. ગત વર્ષે ચોમાસા દરમિયાન મેટ્રોની કામગીરીના આજુબાજુ જે પણ થોડો વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, ત્યાં પાણી ભરાઈ જતું હતું અથવા તો વધુ પડતો કાદવ જોવા મળતો હતો. કારણ કે રોડ ઉપરથી માટી દૂર કરવામાં આવતી ન હતી.

વાહનચાલકો અકસ્માતના ભોગ પણ બન્યા હતા બીજી તરફ વધુ પડતા વરસાદને કારણે આખો રસ્તો કાદવથી ભરેલો હોવાને કારણે વાહનચાલકોને વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ જતું હતું. ઘણી વખત રિક્ષા અને મોટરસાયકલ ઉપર જતા વાહનચાલકો અકસ્માતના ભોગ પણ બન્યા હતા. મેટ્રો વિભાગ દ્વારા જે પણ ખાડા રસ્તા ઉપર કામગીરી દરમિયાન પડ્યા છે. તેને ઝડપથી રીપેર કરવા જોઈએ અને ખાસ રસ્તો ઉપરની માટી ઝડપથી દૂર કરી લે તો હવે ચોમાસાની શરૂઆત થવા જવાની છે. તે પહેલાં રસ્તાઓ વાહનચાલકો માટે જોખમી ન રહે અને સરળતાથી અવરજવર થઈ શકે તે રીતની વ્યવસ્થા કરવી જરૂરી છે.

મેટ્રોના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ કામગીરી શરૂ કરાય ટ્રાફિક વિભાગના એસીપી એસ. આર. ટંડેલે જણાવ્યું કે, મેટ્રો વિભાગના અધિકારીઓ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ વચ્ચે વારંવાર સમયાંતરે બેઠક કરવામાં આવી હતી, જેમાં જે પણ સ્થળ ઉપર મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય વાહન વ્યવહાર ઉપર અસર ના થાય તેવા અમારા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખીને અમે પહેલાથી જ મેટ્રો વિભાગને પણ સૂચના આપી દીધી છે કે શક્ય હોય તે જગ્યા ઉપર જો કામ પૂર્ણ થયું હોય તો આડસ અને બેરીકેટ દૂર કરવા જોઈએ અને જ્યાં પણ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીનો ઢગ છે તેને ઝડપથી દૂર કરીને રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે જેથી કરીને કોઈપણ પ્રકારની ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો અથવા તો ખાડા વાળા રોડનો સામનો કરવો ન પડે.

FOLLOW US
  • Related Posts

    પાકિસ્તાની મહિલા જાસૂસે ગુજરાતીને કઈ રીતે ફસાવ્યો?

    કરાચીથી કચ્છના સહદેવ સાથે 6 મહિના સુધી રાત-દિવસ ચેટ કરતી રહી, ગુડ મોર્નિંગથી ગદ્દારી સુધીની ઇનસાઇડ સ્ટોરી ભારતમાં રહી ભારત સાથે ગદ્દારી કરી દુશ્મન દેશ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા…

    FOLLOW US

    દંડ નહીં ભરનાર કે NOC નહીં લેનાર સ્કૂલ સામે કાર્યવાહી

    ફાયર સેફ્ટી મુદ્દે 16 સ્કૂલની માન્યતા રદ કરવા સરકારને દરખાસ્ત મોકલાઈ શિક્ષણ વિભાગે સ્કૂલઓમાં ફાયર સેફ્ટી નિયમોના અમલ મુદ્દે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંતર્ગત આવતી 16 સ્કૂલઓની માન્યતા રદ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *