બે દારૂડિયાનું પરાક્રમ, એક ઝડપાયો

હેલ્મેટ નહિ પહેર્યું હોવાથી દંડ ભરવાનું કહેતાં નશામાં ચૂર યુવાનોએ બાઈક સળગાવી દીધી

સુરતમાં આયુર્વેદિક ગરનાળા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવેલા ડબલ સવારી વાહનચાલકને હેલ્મેટ નહિ પહેરવા બદલ દંડ ભરવાનું કહેતાં બંનેએ પેટ્રોલની પાઇપ ખોલી બાઇકને આગ ચાંપી દીધી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને બોલાવવાની ફરજ પડી હતી. જો કે, તે પહેલા બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. ટોળાંએ એકને દબોચી લીધો હતો, જોકે બીજો ભાગી છૂટયો હતો જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

હેલ્મેટ ન પહેર્યુ હોવાથી દંડ ભરવાનું કહેતા આગ ચાંપી દીઘી ટ્રાફિક પોલીસની ટીમ સુરત રેલવે સ્ટેશનથી આગળ આયુર્વેદિક ગરનાળા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરાવી રહી હતી. સાડા અગિયાર વાગ્યે ટ્રાફિક કોન્સ્ટેબલ મયૂરભાઈ ડાયાભાઈએ વરાછા તરફથી ડબલ સવારી અને હેલ્મેટ વિના આવેલા બાઇકસવારોને રોક્યા હતા. ચાલકને હેલ્મેટ નહિ પહેરવા બદલ દંડ ભરવાનું કહેતાં જ તે અને તેનો સાથીદાર પોલીસ સાથે માથાકૂટ કરવા મંડી પડ્યા હતા. થોડીક રકઝક બાદ પાછળ બેસેલા શખ્સે ચાલકને માચિસ આપી સળગાવી દે કહેતાં જ ચાલકે બાઇકની પેટ્રોલ ટાંકી પાસે આવેલી પાઈપ કાઢી નાંખી હતી અને માચિસ સળગાવી આગ ચાંપી દીધી હતી.

ઝડપાયેલો શખસ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું અણધારી ઘટનાની ટ્રાફિક પોલીસની સાથે લોકો પણ ચોંકી ગયા હતા. પોલીસે આગને કાબૂ કરવા માટે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે ત્યાં સુધીમાં બાઇકને મોટું નુકસાન થયું હતું. બીજી તરફ પોતાની જ બાઇકને આગ લગાવનાર ચાલકને ટોળાંએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો. યુવકે પોતાનું નામ બહાદુર હરદયાલ નિશાદ (રહે, મારુતિનગર, વરાછા) હોવાનું જણાવ્યું હતું. લોકોએ પકડ્યો ત્યારે તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. ભાગી છૂટેલો શખ્સ તેનો મિત્ર શિવમ હોવાનું જણાવતાં મામલો મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક કોન્સ્ટેબલ મયૂર ડાયાભાઈની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

    સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *